________________
ગામડાંમાં જઈને વાત કરશે તો લોકો તરત પકડી લેશે. વિનોબાજીએ ગામડામાં વાત મૂકી અને ગામડાંએ પકડી લીધી. શહેરો હજુ દલીલ કરે છે કે એથી જમીનના ટુકડા થઈ જશે. એથી ઉત્પાદન ઓછું થશે. આવી દલીલો આવે છે એનું કારણ અંદર મૂડીવાદ પડ્યો છે. મૂડીવાદને પરિણામે ભીખ, લૂંટ અને વેઠ ચાલે છે.
ખેડૂતો આજે વેઠ માનીને ખેતી કરે છે. કેટલાક ભીખ માગે છે અને કેટલાક લૂંટ, બુદ્ધિની વ્યાજની વધારે પગારની ઓછા કામની, આથી જ ભીખ વધી છે. ધનની પ્રતિષ્ઠા જાય તો આ બધાનો અંત આવે. જાતથી આની શરૂઆત કરવી જોઈએ.
ગામડામાં આ બધો મસાલો પડ્યો છે. આગ લાગે, લગન હોય, કોઈ સંકટ હોય, તો તરત બધાં એકત્ર થાય. કોઈ લખપતિ ભાગ્યે જ ગામડાંમાં મળે. એટલે હું ગ્રામસંગઠનની વાત કરું છું. ઓક્સિજન ગામડાંમાંથી જ મળવાનો છે. તમારી બુદ્ધિનો ઉપયોગ એ માટે કરો. મારું ધ્યાન એ બાજુ જ દોરાયેલું છે. કેટલાંકને લાગે છે કે મહારાજ ધર્મની વાતો તો કરતાં નથી. પણ ધર્મ શબ્દ કહેવાથી ધર્મ આવતો નથી એ માટે ધર્મથી જીવતો એવો સમૂહ પેદા કરવો જોઈએ.
રાતની સભામાં પ્રશ્નોત્તરીનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. એક ભાઈએ પૂછ્યું, ગુરુ પ્રણાલીને માનો છો? જવાબમાં જણાવ્યું કે, ગુરુ ત્યારે જ બને કે જ્યારે તે લઘુ બને. જે સ્વયં સંપૂર્ણ છે. એવો આત્મા કલ્પી લઈએ તો ગુરુ કરવાની શી જરૂર છે ? પણ તમે ગુરુ પ્રણાલી માનો છો કે નહિ ? એ પૂછવું છે. કોઈપણ કાર્ય કરતાં પહેલાં આપણે અવલંબન લઈએ છીએ. બાળક ચાલતું ના હોય ત્યાં સુધી ઠેલણગાડીની જરૂર પડે છે. ચાલે છે પગ, પણ એથી એને શ્રદ્ધા રહે છે કે હું પડી નહિ જાઉં. એની મા થોડી મદદ પણ કરે છે. પણ જ્યારે તે ચાલતું થાય છે ત્યારે અવલંબનની જરૂર પડતી નથી.
માણસના અંતરમાં રહેલી ચેતના સંપૂર્ણ છે. પણ આજે તે કર્મબંધનથી બંધાયેલ છે. એને માયા પણ કહી શકાય. એટલે એણે ખાતરી નથી કે એમને એમ આગળ વધી શકીશ એટલે ગુરના અવલંબનની વાત કરી છે. પણ એથી એમ નથી માનવાનું કે, ગુરુપ્રણાલીમાં બંધાઈ રહેવું. કોઈ વીરલા
સાધુતાની પગદંડી
૫૨