________________
બીજી વાત ગ્રામ સંગઠનની છે. ગામડાંમાં પુષ્કળ કામ પડ્યું છે. આપણને એટલી ફુરસદ નથી. પછી કહીએ કે કંઈ કામ નથી એ બરાબર નથી. નાના નાના કાર્યકરોને કામ સોંપવું અને પ્રોત્સાહન આપવું.
ગારિયાધાર સહકારી મંડળીની વાત મારી પાસે આવી છે. એટલે કહું કે, હું જે કંઈ વાત લઉં છું તેમાં ઊંડો ઊતરું છું. પરંતુ મારે પંદરમીએ કૂંડલા પહોંચવું છે એટલે હું એમાં ઊંડો નથી ઊતરી શકતો. આજે તો ઠેર ઠેર આવા પ્રશ્ન ઊભા છે. સરકારી મદદથી પ્રશ્નનો સુખદઅંત નહિ આવે. પણ જનશક્તિથી એ પ્રશ્ન ઉકલશે. એ શક્તિ સંગઠિત કરવી જોઈએ. એમાંથી શુદ્ધિના પ્રયોગો શરૂ કરવા. ખરી રીતે સરકારને ગામડાંમાં પૂછવા આવવું પડે એવી નૈતિક સ્થિતિ ઊભી કરવી જોઈએ. આ બાજુનાં સંગઠનો થાય છે તેમાં મને રાજકીય ગંધ આવે છે. એટલે મેં બે ત્રણ કસોટી મૂકી છે. કોંગ્રેસ સાથેના સંબંધોની ચોખવટ, કારોબારીમાં કયા નામોની નિમણૂક અને ફરજિયાત બચત. આ થાય તો જ શક્તિ વધે. તા. ૮૫-૧૯૫૪ :
આજે ગ્રીષ્મ સંસ્કાર તાલીમ શિબિરમાં મહારાજશ્રીએ પ્રવચન આપતાં જણાવ્યું કે, આજે દુનિયામાં શું ચાલી રહ્યું છે? તેનો અને તમારા અભ્યાસનો એ બે વિચારનો તમારા નાના સરખા મગજમાં વિચાર આવતા હશે. ભણું અને મારા મા-બાપને મદદગાર થાઉં. એ વિચાર પણ આવતો હશે. લોકો કહે છે વિદ્યાર્થીઓએ અભ્યાસ સિવાય બીજામાં નહિ પડવું જોઈએ. પરંતુ દુનિયાના વાતાવરણની અસર તેના ઉપર થયા વગર રહેતી નથી. એટલે બધા બૌદ્ધિક પ્રશ્નોમાં આવી વાતો પણ તમારે જાણવી જોઈએ. બે દેશો મુખ્ય ભાગ ભજવે છે. રશિયા અને અમેરિકા. એક કહે છે જીવનધોરણ ઊંચે નહિ જાય ત્યાં સુધી શાંતિ નહિ થાય. બીજો કહે છે બધાએ સરખા થઈ જવું જોઈએ. બંને જણ પ્રચાર કરે છે અને બંને વચ્ચે તડાતડી ચાલે છે. ત્યારે એશિયાની પ્રજા ઇચ્છે છે કે, અમારે શાંતિ જોઈએ છે. યુદ્ધ જોઈતું નથી. એક બાજુ હાઈડ્રોજન બોમ્બ છે. બીજી બાજુ નાઈટ્રોજન બોમ્બ છે. બંનેની હરીફાઈ ચાલે છે. ત્યારે આપણે કયો બોમ્બ શોધીશું ?
ઓક્સિજન એસિડવાળો બોમ્બ બનાવીશું. એમાં અહિંસા જઈશે. એના વાપરનારા અહિંસક સૈનિક જોઈશે. એની શિસ્ત હશે. નાયક આગની
સાધુતાની પગદંડી
પO