________________
ખાઈમાં પડવાનું કહે તો સૈનિક આનાકાની કરતો નથી. બાપુજી કહેતા તમે મને નીમો છો ત્યારે હું અહિંસક સૈનિક છું મારો હુકમ અહિંસક હશે.
ચોરીચૌરાનો પ્રસંગ અને રાજકોટના ઉપવાસનો પ્રસંગ તમે જાણો છો. સ્પેરિસ ગ્વાયરનો ચૂકાદો જે પ્રજાની તરફેણનો હતો. છતાં બાપુએ ફેંકી દીધો. કારણ એમણે કહ્યું મારી લડત અહિંસાના પાયા પર નહોતી. વીરાવાળા તરફ મારો પૂર્વગ્રહ હતો તેથી મારો સંગ્રામ દૂષિત બની ગયો છે. આશય શુદ્ધ હોવો જોઈએ. ઘણીવાર ઉપરથી સારો લાગતો હેતુ મેલો હોય છે. દા.ત., બે જણને દાડમ ખાવાનો વિચાર થયો. તેઓ એક દુકાન ઉપર ગયા. ટોપલામાંથી બે દાડમ ઊઠાવ્યાં. માલિક કહે છે, ભાઈ દાડમ લીધાં છે ? ત્યારે કહે મારી પાસે નથી. બીજાને પૂછ્યું તો કહે મેં ચોર્યાં જ નથી. બંનેને સાચું બોલવાની પ્રતિજ્ઞા હતી. જો આપણા દિલમાં થાય કે દુનિયા ગમે તે માર્ગે જાય, અમે તો અહિંસા સિવાય કોઈ માર્ગ લેવા માગતા નથી. તો તમારું કુમળું મગજ જે બાજુ વાળશો તે બાજુ વળી જશે. આ અહિંસાને હું શિસ્ત કહું છું. બીજી વાત સમર્પણની છે. સૌથી પહેલાં હું ભોગ આપીશ. એ ભાવના આચરવી જોઈએ. આજે જાનના સમર્પણ કરતાં માલનું સમર્પણ અઘરું બન્યું છે. હું સમર્પણ એટલે માત્ર મોઢું ફેરવવા માગું છું. ધન કમાવવાનો જે વિચાર છે. એમાંથી પાછા હઠવું જોઈએ. માણસને બે પેટ હોય છે એક દેખાવનું બીજું રાખી મૂકવાનું (મૂડીવાદનું) લોકો બોલો છે, ‘મૂડીવાદ મુર્દાબાદ’. પણ અંતરમાં મૂડીવાદ ઝિંદાબાદ હોય છે. પોતાને ધન મળતું હશે તો ના નહિ પાડે અથવા પોતાની પાસે જે હશે તેમાંથી છોડવા તૈયાર નથી. એમાં સામ્યવાદ કરવા તૈયાર નથી. આજીવિકાનાં સાધન શુદ્ધ કરી લેવાં જોઈએ.
ત્રીજી વાત, સમજ શક્તિની છે. તમારામાં પોતામાં સૂઝ પેદા નહિ થાય ત્યાં સુધી બહારનું ગમે તેટલું સાચવવાનું આવે તો પણ કેટલું છોડી દેવું, કેટલું પકડવું, એનો વિવેક નહિ સૂઝે. હૈયા ઉકલત એ મહત્ત્વની વસ્તુ છે. વિવેકાનંદ નાના હતા ત્યારે ફૂટપાથ ઉપર એક ઘોડાગાડી દોડતી આવતી હતી. વચ્ચે એક બાળક ઊભો હતો, નરેન્દ્ર કૂદીને બાળકને પકડીને બાજુએ લઈ લીધો. આ સમજશક્તિ કંઈ ચોપડીમાંથી ના મળે. પોતાના હૈયામાંથી એ મળી શકે. આ સંગમ ગામડાંમાંથી મળી શકશે. કોઈપણ સાચો માણસ સાધુતાની પગદંડી
૫૧