________________
મહારાજશ્રીનું સુંદર સ્વાગત કર્યું હતું. બપોરના તાલુકાના આગેવાન ખેડૂતોનું એક સંમેલન રાખ્યું હતું. આ ગામમાં પંચાવન વરસથી બે પક્ષો વચ્ચે પાણીના માર્ગ સંબંધી ઝઘડો ચાલતો હતો. એકબીજાને હુંસાતુસી આમાં મહત્ત્વનો ભાગ ભજવતી હતી. આને કારણે ગામનું કોઈ સારું કામ થતું નહોતું. અને કુસંપ વધતો હતો. આજે મહારાજશ્રી અહીં આવ્યા હતા. કલેક્ટર પણ સહજે આવેલા. માટલિયા અને લાલજીભાઈ પણ આવ્યા હતા. બંને પક્ષને બોલાવ્યા ચર્ચા ચાલી બાર વાગ્યા સુધી ચર્ચાઓ થઈ. અંતે બે પક્ષદારો સમજૂતી ૫૨ આવ્યા પણ બે ગરીબ ખેડૂતના ખેતરમાં પાણીનો વહેણ પડવાને લીધે તેમનું ધોવાણ વધતું હતું. બીજી બાજુ પાણી કાઢે તો એક બાઈનું ખેતર સાફ થઈ જતું હતું. લખાણ તો થઈ ગયું. પણ બે જણાનો વાંધો ઊભો રહ્યો. તેઓ ગરીબ હતા. એટલે કદાચ તેમનું કોઈ સાંભળે નહિ અને સરકાર પણ એની રીતે સમાધાન કરી નાખત. પણ મહારાજને લાગ્યું કે આ ઠીક નથી. એટલે અમારે બીજે ગામ સવારના જવાનું હતું છતાં રોકાયા. ફરી બંને પક્ષો અને ક્લેક્ટરને બોલાવ્યા. અને છેવટે બધાંને સમાધાનકારક રસ્તો કાઢ્યો. આખા ગામમાં આનંદ મંગળ વરતાઈ ગયો. કાયમી ઝઘડો મટ્યો. કલેક્ટરે ઠીક ઠીક પરિશ્રમ લીધો હતો. અહીં ભૂમિદાન ૨૭ાા વીધા થયું અને નાના કાનકોટનું પણા વીઘા ભૂદાન થયું હતું.
તા. ૭-૧૨-૧૯૫૩ : હરિપર
પાંચતલાવડાંથી હિરપર આવ્યા. અંતર પાંચ માઈલ. ઉતારો સુખલાલ શેઠને ત્યાં રાખ્યો હતો. એમણે પાંચ વીઘા જમીન ભૂદાન આપ્યું.
તા. ૮-૧૨-૧૯૫૩ ઃ અકાળા
હિરપુરાથી અકાળા આવ્યા. અંતર છ માઈલ. ઉતારો ચોરામાં રાખ્યો હતો. આ ગામ વડીયા સ્ટેટનું હોવાથી મકાનો સારાં હતાં. અહીં અમારા આગમન પહેલાં ૮૩ વીધા અને અમને ૨૩ા વીઘા ભૂદાન મળ્યું હતું. બાજુમાં આવેલાં દૂધાળા ગામમાંથી ૬૨૫ વીઘા ભૂદાન મળ્યું હતું. તા. ૯-૧૨-૧૯૫૩ : કેરાલા
અકાળાથી કેરાલા આવ્યા. અંતર ત્રણ માઈલ. ઉતારો સ૨કારી ચોરામાં રાખ્યો હતો. મહાલકારી, માટલિયા ગામ આગેવાનો વગેરે સાથે ગામે સાધુતાની પગદંડી
૧૧