________________
કરવા માંડે છે. પછી કહે છે પૂરું થતું નથી. એટલે હું બહેનોને કહું છું કે તમે ઘરનાં કામ જાતે કરતાં શીખો.ખર્ચ ઘટી જશે, પાપ ઘટી જશે.
છોકરાં ભણ્યાં છે ખરાં, પણ કેળવણી મળતી નથી. કુલ્ફીવાળો આવે એટલે દોડે. બજારું ચીજો ખાયા કરે, પછી બીમાર પડે. ખર્ચ વધારે કરે તે ખાનદાન કહેવાય. સિગારેટ પીવે, ચા પીવે, રોજ બે રૂપિયા ખર્ચ કરે અને ખાવા બેસે ત્યારે વેજીટેબલ ખાય. આનો ઉકેલ ક્યાંથી આવશે ? જો આપણે નહિ જાગીએ તો ! ઘરની ડોશી કામ કરતી એની છોકરી નથી કરી શકતી અને એની છોકરી તો શું કરશે ? એ સવાલ છે.
જરૂરિયાત વધશે તો પાપ વધશે. ગમે તે ધંધો કરવો પડશે. આજે જે ધન આવે છે. તે ખૂંટ મારીને જ આવે છે. એટલે પવિત્ર નથી હોતું. જો ધર્મનું રક્ષણ કરવું હોય તો ધર્મ કરવો પડશે. હણાયેલો ધર્મ હણે છે, રક્ષાયેલો ધર્મ રક્ષણ કરે છે.
તા. ૨૬મીને શનિવારે સાંજે સાણંદથી મણિબહેન પટેલ નાકના ઓપરેશન માટે આવ્યાં. ઑપરેશન સારી રીતે પતાવીને તા. ૮મીએ પાછાં ગયાં.
એક દિવસ હરભાઈ ત્રિવેદી અધ્યાપન મંદિરના શિક્ષકો લઈને આવ્યા હતા. ગાંધીવિચાર વર્તુળના ભાઈઓ પણ કાર્યક્રમ માટે આવ્યા. ચર્ચા, પ્રશ્નોત્તરી સારાં થયાં. તા. ૮મીએ નક્કી થયા પ્રમાણે ૨૫ ટુકડી ભૂદાન કામે લાગવી જોઈએ. ના લાગે તો મહારાજશ્રીએ પ્રવાસની તૈયારી રાખી હતી. બપોરના ઢેબરભાઈ મુંબઈ જતા હતા. એમણે મને (મણિભાઈને) આવી તબિયતે પ્રવાસ ના કરે એમ વિનંતી કરી. અને ભૂદાનકામ ક્યાં સુધી અને કેવી રીતે ગોઠવશું એ બધી વાત કરી. વજુભાઈનો પત્ર પણ આવ્યો હતો. રાત્રે માટલિયા આવ્યા. ત્યારબાદ જરા ગંભીરતાથી ટુકડીઓની યાદી ગણી તો ૨૪ થી ૨૯ સુધી થતી હતી. મહારાજશ્રીને મન ટુકડીઓ વધે અને જઈએ તોપણ બરાબર નહિ અને ઓછી હોય અને ના જઈએ તોપણ બરાબર નહિ. ચોક્કસ આંકડો રાજકોટથી આવેલ નહોતો. એટલે મંથન હતું. પણ છેવટે તા. ૯મીએ ફરીથી બરાબર ગણતરી કરી. અને ૨૬ ટુકડી થઈ. એટલે પ્રવાસ મોકૂફ રાખ્યો. અને રાજકોટથી ચોક્કસ આંકડો મંગાવ્યો તેમાં સંખ્યા ઓછી હોય તો પ્રવાસ કરવો એમ વિચાર્યું.
તા. ૧૩મીએ અંબુભાઈ, ફલજીભાઈ અને મીરાંબહેન આવ્યાં. ખેડૂતમંડળ સાધુતાની પગદંડી