________________
હોય તેમાનાં એકને ઘાસ નાખો તો બીજાની વાટ જોયા સિવાય ખાવા લાગશે. માણસ આમ નહિ કરી શકે. કારણ કે તેનામાં વિચાર કરવાની શક્તિ છે.
પાંચની નોટ ખોવાઈ જાય છે ત્યારે આખો દિવસ ખાવાનું ભાવતું નથી. પણ જૂઠું બોલાઈ જાય તો એટલું લાગતું નથી. કારણ કે આપણને રામનામની કિંમત સમજાઈ નથી. સ્વરાજ્ય આવ્યું છે. પણ રામરાજ્ય અને ગ્રામ રાજ્ય આવ્યું નથી. આપણે તે લાવવાનું છે. ભૂમિદાન એનું પૂર્વઅંગ છે. તજીને કોઈએ ખોટું નથી. એમાં સૌએ વહેંચીને ખાવાની વાત છે. સુખ અને દુ:ખમાં સૌએ ભાગીદાર બનીને રહેવાનું છે. મમતાનો ખૂણો ભાંગવાની આ વાત છે. અહીં ૧૦ વીઘા ભૂદાન મળ્યું હતું. તા. ૨૬-૪-૧૯૫૪ : વાલુડ
જમણવાવથી નીકળી વાળુકડ આવ્યા. અંતર ચાર માઈલ હશે. ઉતારો સરકારી ઉતારામાં રાખ્યો હતો. ગામે વાજતેગાજતે સ્વાગત કર્યું હતું. રાત્રિ સભામાં મહારાજશ્રીએ જણાવ્યું કે, તમારા મનમાં શું રમી રહ્યું છે એ ઘણા અનુભવને અંતે ખ્યાલમાં આવી જાય છે. ગામડાંઓના દિલમાં થાય છે કે સ્વરાજય આવ્યું છે. છતાં કેમ સુખ મળતું નથી ? ધંધા રોજગાર મળતા નથી. કેટલાક શહેરોમાં જાય છે. ત્યાં પણ બેકારી ચાલે છે. શરીર બગાડે છે. આ બધાનો આપણે વિચાર કરવાનો છે. ઉપાય શોધીશું નહિ, તો ગમે તેવી અકળામણ કરીશું તો ચાલશે નહિ. કોઈને લાગે કે સરકાર કાયદો કરી નાખે તો સુખી થઈ જવાય. પણ લોકશાહીમાં એકલા કાયદાથી કંઈ થતું નથી. લોકોની સમજણથી જ આ બધું શક્ય બને. આટલા માટે હું બે વાત કરું છું. ભૂમિદાન અને ગ્રામસંગઠન. ઘણાંને લાગે છે કે, આટલા ટુકડા જમીનથી શું થવાનું છે ? બાપુ જયારે મીઠાની લડત લડતા હતા ત્યારે ઘણાંના મનમાં થતું ખરું કે આ મીઠાથી કંઈ સ્વરાજ્ય મળે ? ધોળી ટોપીવાળા શું કરી શકશે ? પણ આપણે જોયું કે સ્વરાજ એ રીતે આવ્યું. ભૂમિદાન, અન્નદાન પણ એવું જબ્બર શસ્ત્ર છે કે આપણા દુઃખ દર્દોની સામે રક્ષણ આપનારું છે. ગરીબોને ગરીબો અરસપરસ મળી લે છે ત્યારે શ્રીમંતો જાગ્યા વગર રહેતા નથી. શબરીના બોર રામે ચાખ્યાં ના હોત તો રામની આટલી કિંમત ન હોત. જગતમાં મહાપુરુષો ત્યાગથી જ ઊંચે
સાધુતાની પગદંડી
૪૨