________________
મુખ કરીએ તો અમારી રોજી-રોટીનું શું ? પણ એ ભય ખોટો છે. ઊલટાનું અનુભવ કરશો તો તમને જુદું જ લાગશે.
જાહેરસભામાં પ્રવચન એક સભામાં મહારાજશ્રીએ જણાવ્યું કે ઇતિહાસની બે પાંખો હોય છે : એક વર્તમાનકાળની બીજી ભૂતકાળની. ભવિષ્યનું ચિત્ર કેવું હશે તે વર્તમાનકાળ ઉપરથી જોઈ શકાય છે. પાલીતાણાનો ભૂતકાળ જ્યારે વિચારું છું ત્યારે ઘણાં સ્મરણો જાગ્રત થાય છે. આ એ ભૂમિ છે કે જ્યાં અનેક સાધુ-સંતો અહીં આવીને શરીરની પણ પરવા કર્યા સિવાય ધર્મ માટે આહુતિ આપી છે. એમણે જોયું કે શરીર એ સાધન છે, સાધ્ય નથી. સાધનનો ઉપયોગ, સાધ્યની પ્રાપ્તિ માટે જ હોઈ શકે. એટલે એમણે મંત્રો આપ્યા. પણ માણસ કાન બંધ કરીને બેસે તો કોઈ લાભ ના થાય. ડગલો વૉટરપ્રૂફ હોય છે. પણ હવે તો લોકો લેક્ટરપ્રૂફ થતાં જાય છે. જો કે બધા એવા નથી હોતા. એટલે ફરીથી એ ભૂતકાળ સજીવન કરવામાં આવે તો એ જ જૈનોમાં શક્તિ પ્રગટ જળવાઈ રહે. ત્યાગમાં જબરજસ્ત શક્તિ છે. મોટી મોટી સલ્તનતો ત્યાગ આગળ નમી છે.
પણ હવે શું ? આઝાદી આવી ત્યારે સૌ ભાગ લેવા આવ્યા. બાપુજીએ કહ્યું, બ્રિટિશરોને વિદાય આપીશું ત્યારે હું પાછળ જોઈશ, ત્યારે લોકો રોટલાથી સુખી હશે. પણ શું જોયું ? ભાઈ ભાઈનું ખૂન કરતાં જોયા. બાપુને ખૂબ દુ:ખ થયું. આ આઝાદી ? આ સ્વરાજ્ય આટલા માટે મેળવ્યું? ડો. હરિપ્રસાદે કહ્યું, બાપુ ! સ્વરાજ્ય આવી ગયું. આશ્રમમાં પાછા ફરો. બાપુએ શું કહ્યું ? ભાઈ હરિપ્રસાદ હું કયે મોઢે આવું ? મારે માટે આશ્રમ દૂર થઈ ગયો છે. નોઆખલી નજીક છે.
આપણે સૌ સત્તા અને ધન પાછળ પડ્યાં છીએ. સૌ કોઈ ને કોઈ બદલાની માગણી કરે છે. ધારાસભ્ય કે મ્યુનિસિપાલિટીના સભ્ય કંઈ નહીં તો છેવટે પંચાયતના સભ્ય પણ બનાવો. ગાંધીજીને આ બધું જોઈને બહુ દુઃખ થયું હતું. પણ તેઓ તો ગયા. જૈનોના તીર્થકર શ્રાવકોને ત્રણ વાત કરી. સાધુને તો કહ્યું છકાયના પિયર એટલે કે જગતના માબાપ બનો. તમારે વાડો ના હોય. શ્રાવકને કહ્યું ક્યારે હું પંડિત મરણે મરું. હસતાં હસતાં કાળને ભેટું. બીજો સંકલ્પ અપરિગ્રહી ક્યારે બને ? ત્રીજી વાત આરંભ સાધુતાની પગદંડી