________________
અને ફ્લૉર આવ્યા, મોચી તૂટ્યા. બીડીને માટે કારખાનું આવ્યું કલાકે પંદરસો બીડી તૈયાર થઈ જાય. હજાર કપડાં સાથે સિવાઈ જાય. આ દોટ
ક્યાં જઈને અટકશે ? આટલા માટે ભૂમિદાન આવ્યું છે. ભૂમિદાન આ દોટને લાલબત્તી ધરે છે. બધાને ધંધો મળે. આની પહેલ કોણ કરે ? શબરી અને સુદામા પહેલ કરશે. ૧૦૦ વીઘાવાળાની મમતા તૂટતાં વાર લાગશે. પણ ૧૦ વીઘાવાળો આપશે. કારણ કે તે માને છે કે લાખ મળવાના નથી અને લખેશરી થવાના નથી.
ઈશ્વર આપી રહેશે એટલે પ્રથમ ગરીબો જાગશે પછી શ્રીમંતો આવશે. પ્રથમ જમીન વહેંચણી થાય, પછી ધંધાની વહેંચણી થાય. પછી મિલકતની એમ કરતાં બધાને રોટલા મળશે. પછી સાચા દિલે ભગવાનનું નામ લઈ શકાશે. પણ આ બધું શુદ્ધ ભાવનાથી થઈ શકે. જો ભાવના બગડી તો હેતુ નાશ પામશે. દા.ત., એક ગામે ચારસો મણ દૂધ એકત્ર કરવાનો વિચાર કર્યો. હવાડો ભરવાનો હતો. ઘર દીઠ ૧૦ શેર દૂધ લાવવાનું હતું. રાત્રે એક માણસને વિચાર આવ્યો કે હું એકલો જ દૂધને બદલે પાણી નાખું તો કંઈ જણાશે નહિ. તેને એમ ખબર નહોતી કે વિચારની અસર જબરી પ્રબળ છે. અને એમાંય દુષ્ટ વિચાર જલદી સમાનતા પ્રાપ્ત કરી લે છે. આમ બીજાને એવો જ વિચાર આવ્યો. પરિણામે સવારમાં આખો હવાડો પાણીથી ભરાઈ ગયો. આવું આપણા સમાજમાં બને છે. હું એકલો આમ વર્તીશ તો શું થશે ? ચિનગારી બહુ નાની હોય છે. પણ જબરજસ્ત આગ ફેલાવી નાખે છે. તેલંગણમાં માત્ર એક જ ચિનગારી પ્રગટી પણ સદ્ભાગ્યે વિનોબા નિમિત્તે તેમાં જળની ઝરણી ફૂટી એ આગને હોલવી નાખી છે. સત્તા અને ધનને ઠેકાણે સેવા અને ત્યાગને મૂકી યજ્ઞને આપણે જીવતો રાખવાનો છે. અહીંના મુખ્ય કાર્યકર મૂળશંકર ત્રિભોવન છે. તા. ૨૯-૪-૧૯૫૪ : મણ
નવાગામથી નીકળી કુંભણ આવ્યા. અંતર સાડાત્રણ માઈલ. ઉતારો ઉતારામાં રાખ્યો હતો. અહી ૨૦ વીઘાં ભૂદાન મળ્યું હતું. એમાં ૧૫ વીધાં ભૂમિ આપનાર ખાખરીયાના આંબા વસ્તાએ કહ્યું કે આ દાન હું પ્રમથી આપું છું. અને દાન આપ્યા પછી હું અડકે નહિ એટલે તમે જ એની વ્યવસ્થા કરી લો. કેટલી ઉચ્ચ ભાવના ?
સાધુતાની પગદંડી
૪૫