________________
કિરણો ખેંચી લે તો ધરતી નાશ પામે, વરસાદ પણ યજ્ઞ કરે છે, તે ના આવે તો તોબા તોબા પોકરાવે છે. ઝાડ પણ યજ્ઞ કરે છે. ઘામ થયો હોય તાપ લાગ્યો હોય તો આરામ આપે છે. પથ્થર મારીએ તોપણ ફળ આપે છે. જગતમાં બધે જ યજ્ઞ સિવાય કોઈ ચીજ નજરે પડતી નથી. પ્રાણીઓ જુઓ. આટલાં બધાં યંત્રોની શોધ થઈ પણ એકેય યંત્ર એવું ના શોધાયું કે ઘાસ નાખો અને દૂધ આપે. ગાય એવું યંત્ર છે. જે નકામી ચીજ ખાવા આપો તોપણ તે ઉપયોગી ચીજો આપે છે. એના પેશાબમાં પણ યજ્ઞ, એના ઝાડામાં પણ યજ્ઞ, એના દૂધમાં પણ યજ્ઞ. મરણ પામે તો હાડકાં, માંસ બધું કામ આવે. આમ પ્રાણી, પશુ બધા યજ્ઞ કરે છે. ત્યારે માણસ કયો યજ્ઞ કરે છે ? એ મને બતાવો. માનવી જ્યારે શેતાનને આધીન થઈ જાય છે ત્યારે ઊલટો યજ્ઞમાં રોડાં ફેંકે છે. માયા-મમતા તેને વળગી પડે છે. અન્ન સમા પ્રાણ કહ્યા. અન્નરૂપે ભગવાન છે. એ અન્ન ખાધા પછી એના વીર્યનો ઉપયોગ શું કરીએ છીએ ? જો યોગ્ય ઉપયોગ ના થાય તો દૂધ પાઈને સાપ ઉછેર્યો જેવું બને છે. એમાં શેતાનનો વાસ થઈ જાય છે. રામાયણમાં કહ્યું નરતન સમ.... માણસ સ્વર્ગે પણ જઈ શકે, નરકે પણ જઈ શકે. બીજાને સુખ આપીએ તો મનુષ્ય દેહપ્રમાણ પણ આજે બીજાનું લેવા દોડે છે. છોકરો એમ ઇચ્છે છે કે, બાપા ક્યારે જાય અને મને બચકો મળે. બાપાની રોકટોક વચ્ચેથી જાય. ભાઈ-ભાઈના ખૂન કરે. આવા માણસ હોય તો ‘નરતન સમ નહિ કવ નહિ દેહી' કેમ કહી શકાય ? નરકમાં જવું હોય તો માનવ જાય. એમ કહેવું સારું છે. બહુ શોધને અંતે હાઈડ્રોજન બોમ્બ શોધ્યો. લાખો માણસોને, પ્રાણીઓને નાશ કરી શકે. વાસુદેવે સુદર્શન રાખ્યું હતું. પણ એ તો અમુક મર્યાદામાં જ અને તે પણ લડવા આવ્યા હતા. પ્રાણ છોડવા આવ્યા હતા. તેને માટે એ ચક્ર હતું પણ આ તો પ્રયોગ દરિયામાં કરે છે. માછલા કે મગરમચ્છ કોને ફરિયાદ કરવા જાય ? માનવને ના જોવાય તો પ્રાણીને તો કોણ જુએ ? આ બધાનું કારણ માણસની સંગ્રહખોરી છે. માણસે બે પેટ બનાવ્યાં છે. કુદરતે આપેલું ભરાય છે પણ માનવ સર્જિત નથી ભરાતું. આનો કોઈ દિવસ નિકાલ આવે નહિ. કારણ કે મમતાનો પાર નથી. શ્રીમંત વધારે શ્રીમંત થવા પ્રયત્ન કરે છે. એણે ઘાંચીના ધંધા ભાંગ્યાં. ઘાણા આવ્યા, મિલો આવી, વણકર તૂટ્યા, બાટા
સાધુતાની પગદંડી
૪૪