________________
નાના વેપારીઓ શહેરોની ચેનલ બને છે. એને બદલે ખેડૂતોની ચેનલ બને. થોડી દલાલી માટે ખેડૂતોને ઘણો ઓછો ભાવ આપો છો. તેને બદલે તમારી એ દલાલી ખેડૂતો પાસેથી લો અને માલ-ટકાવી તેને સારા નાણા ઉપજાવી આપવા જોઈએ.
અહીં ૮ વીઘા ભૂદાન મળ્યું હતું. તા. ૨૨-૪-૧૫૪ : મઢડા
ટાણાંથી નીકળી મઢડા આવ્યા. અંતર ચાર માઈલ. ઉતારો ધર્મશાળામાં રાખ્યો હતો. ગામે ઢોલતાંસાં સાથે સ્વાગત કર્યું. તા. ૨૩,૨૪-૪-૧૯૫૪ : મોખડક
મઢડાથી નીકળી મોખડકા આવ્યા. અંતર ચાર માઈલ. ઉતારો ઉપાશ્રયમાં રાખ્યો હતો. જોરસિંહભાઈ કવિ આગળથી આવ્યા હતા. ગામે વાજતેગાજતે સ્વાગત કર્યું. અહીં ૧૦ વીઘાં ભૂદાન થયું. તા. ૨૫-૪-૧૯૫૪ ઃ જમણવાવ
મોખડકાથી જમણવાવ આવ્યા. અંતર ચાર માઈલ. ઉતારો ઉપાશ્રયમાં રાખ્યો હતો. ગામે ઢોલ-તાંસાં સાથે સ્વાગત કર્યું હતું. જૈન બહેનોએ ચોખાથી પૂજનવિધિ કરી હતી. રાત્રે જાહેર સભામાં મહારાજશ્રીએ જણાવ્યું કે, સામાન્ય રીતે માણસ અને જાનવરોમાં કંઈક ફેર હોય છે. આપણે જોઈ શકીએ તેવો ફેર હોય છે. જો એમ કહીએ કે, શિંગડાં, પૂંછડાં ન હોય તે માણસ તો એ વ્યાખ્યા સાચી નથી. માણસ કોને કહેવાય એ બહારથી ઓળખી શકાય તેવી ચીજ નથી. અંતરના ગુણોથી ઓળખી શખાય. તેનું બાહ્યસ્વરૂપ બીજાને માટે કેટલો ઘસાય છે તે છે. ઘઉં કાંકરાં ભેગા થઈ ગયાં હોય તો આપણે તેને વીણવા પડે છે. થોડા કાંકરા હોય તે ઘઉં વીણવા પડે. આજે માણસ કોણ ? તે વીણવો પડે છે. આજે બહુમતીનું રાજ ચાલે છે. જેને મત વધારે મળે તે જીતે. પણ તેથી તે સાચી કસોટી ના કહેવાય.
ભૂમિદાન એ માણસની કસોટીનું સાધન છે. બીજાની ખાતર ઘસાવા તૈયાર ના થાય એ માણસ ના કહેવાય. પ્રથમ જમીનની કસોટી લીધી છે. પછી ધનની અને શ્રમની કસોટી પણ આવશે. બે બળદ સાથે કામ કરતાં સાધુતાની પગદંડી
૪૧