________________
તા. ૧૩-૪-૧૯૫૪ : બુધેલ
અધેરાવાડાથી બુધેલ આવ્યા. અંતર ત્રણ માઈલ. અહીં ૧૨ વીઘા ભૂદાન મળ્યું. ૫. ૧૫-૪-૧૯૫૪ : ભડભંડારિયા
સરતાનપુરથી ભડભંડારિયા આવ્યા. અંતર ચાર માઈલ. ઉતારો નિશાળમાં રાખ્યો હતો. સાંજના હરિજનવાસમાં ગયા. તેમની મુખ્ય મુશ્કેલી સાળના કાપડના વેચાણની હતી. મહારાજશ્રીએ કહ્યું કે તમે બધાએ મિલનું કાપડ પહેર્યું છે. જો તમે જ સસ્તુ શોધો તો બીજા કેમ ન શોધે ? બાટાનો વિરોધ કરનાર મોચી, બાટાના જ બૂટ પહેરે તો બીજાને શું કહી શકાય ? એટલે પ્રથમ તો આપણે બનાવેલ વસ્તુઓ આપણે જ વાપરવી જોઈએ. પછી બીજાને કહી શકાય. સસ્તુ, મોંઘું જો પૈસાથી માપીશું તો કોઈ દિવસ ઉકેલ થવાનો નથી.
અહીં એક હરિજને વાત કરી કે ગામના ગરાસદારના છોકરાંએ મને ધક્કા-મુક્કી કરી, મોટોભાઈ લાકડી લઈને મારવા દોડ્યો હતો. આ સાંભળી મહારાજશ્રીને ખૂબ દુ:ખ થયું. વાસમાંથી જંગલ જવા ગયા ત્યારે એ હરિજનભાઈ સાથે ગયા હતા. ત્યાંથી પાછા આવતાં એ જ ગરાસદારનો છોકરો મળ્યો. લંગમાં બેટા કેમ છે ? કહ્યું. મહારાજશ્રીએ કાર્યકરને વાત કરી. હું છું અને આ પ્રમાણે થાય તે યોગ્ય નથી. આપણે પોલીસ પગલાં લેવાં નથી. પણ તેમણે દિલગીરી વ્યક્ત કરવી જોઈએ. કાર્યકર છોકરાના બાપાને બોલાવી લાવ્યા. મહારાજશ્રીએ સમાધાન માટે બાપા છોકરાને લઈને એ હરિજન પાસે દિલગીરી વ્યક્ત કરે. કાં તો રાત્રી સભામાં દિલગીરી વ્યક્ત કરે. એટલે સંતોષ થાય. બાપા છોકરાને લઈને હરિજનવાસમાં જઈ આવ્યા એટલે હરિજનોને સંતોષ થયો. તા. ૧૬-૪-૧૯૫૪ : તનસા
ભંડારિયાથી તનસા આવ્યા. અંતર છ માઈલ. ઉતારો ઉપાશ્રયમાં રાખવાનો આગ્રહ હતો. પણ ત્યાંથી સભાનું ચોગાન દૂર પડતું હતું. એટલે પાછા નિશાળમાં આવ્યા. વિદ્યાર્થીઓએ દૂર સુધી સામે આવી સ્વાગત કર્યું. અહીથી હું (મણિભાઈ) સાંજની મોટરમાં ભાવનગર ગયો. દેવેન્દ્રભાઈને સાધુતાની પગદંડી
૩૯