________________
પત્રો લખ્યા. તા. ૪-૪-૧૯૫૪ સાંજના ડૉ. ચતુર્વેદી અને ડૉ. વિજયશંકરભાઈને લઈને ભોગીભાઈ શેઠ આવ્યા. બંનેએ મહારાજશ્રીને તપાસ્યા. અભિપ્રાય એવો હતો કે હવે તબિયત ઘણી સારી છે. નાડી ૯૫૦ આસપાસ રહે છે. તે વધારે છે પણ તે સરખી થઈ જશે. તા. ૬-૪-૧૫૪ :
રસિકભાઈ પરીખ ખબર કાઢવા આવ્યા. તા. ૮-૪-૧૯૫૪એ માટલિયા આવ્યા. ચાતુર્માસ અંગે અને સંઘ કાર્યક્રમ અંગે અને ગઢડાના ગામોની આનાવારી અંગે વાતો થઈ. તા. ૧૦-૪-૧૯૫૪ને આગલે દિવસે બાબુભાઈ મોદી, કુરેશીભાઈ અને દાનુભાઈ આવ્યા હતા. ધંધૂકા કોટનસેલ સોસાયટીની કારોબારીની મિટિંગ અહીં બોલાવી હતી. તેમાં અરસપરસ કેટલાક ખુલાસા થયા. મહારાજશ્રીએ ખેડૂતોને જિનના બધા કામમાં પાવરધા થઈ જવા જણાવ્યું. સાંજના પંડિત નહેરુ આવવાના હતા. મીઠા સંશોધન કેન્દ્રનું ઉદ્ઘાટન ચાર વાગ્યે થવાનું હતું. અમને બધાને આમંત્રણ કાર્ડ મળ્યું તેથી ગયા હતા. મહારાજશ્રી નોતા આવ્યા. વિજ્યાલક્ષ્મી પંડિત, કે. સી. રેડી, મોરારજી દેસાઈ વગેરે આવ્યા હતા. તા. ૧૧-૪-૧૯૫૪ :
સવારે ૧૦ વાગ્યે મહારાજશ્રી મીઠાકેન્દ્ર જોવા ગયા હતા. બપોરે શ્રી ઢેબરભાઈ, વજુભાઈ, રતુભાઈ અદાણી વગેરે મળવા આવ્યા હતા. ભૂમિદાન કોટામાં ખૂટતી જમીન સરકાર કેવી રીતે આપશે એ અંગે વાતચીત થઈ. તા. ૧૨-૪-૧૫૪ : અધેવાલા
ભાવનગરમાં લગભગ ત્રણ માસ રોકાઈ અધેવાડા આવ્યા. અંતર ચાર માઈલ. ઉતારો પંચાયતમાં રાખ્યો હતો. વહેલી સવારથી સ્નેહીઓ વિદાય આપવા આવી ગયાં હતાં. ત્રણ માસ રહ્યા તે દરમિયાન ઘણા કુટુંબો સાથે ઘનિષ્ઠ સંબંધો બંધાઈ ગયા હતા. ખાસ કરીને ગંગાદાસભાઈનું કુટુંબ, દેવેન્દ્રભાઈનું કુટુંબ સાથે ઘરના જેવો સંબંધ થઈ ગયો હતો. એ બધાને અમારી વિદાયથી ઘણું દુ:ખ લાગ્યું હતું.
અહીં રક્તપિત્તિયાં માટેનો આશ્રમ છે. સરકાર મફત ચલાવે છે. અમે તેની મુલાકાત લીધી હતી.
૩૮
સાપુતાની પગદંડી