________________
અંગે વાતો થઈ. ઘઉંના ભાવ ઘટે છે તે અંગે વિચારણા થઈ. વચ્ચે કોઈ આસામીને રોકી બેંક પાસેથી પૈસા લઈ ખેડૂતોને ૭૫% આપી ઘઉને સ્થગિત રાખવા. એમ વિચાર્યું.
તા. ૧૬-૩-૧૯૫૪ના રોજ વિઠ્ઠલભાઈ ચૌહાણ સાથે પ્રવાસ ડાયરીમાંથી ભૂદાન યાદી ઉતારીને મોકલી આપી. સંપત્તિદાન જે મળ્યું હતું. એ પણ તારવીને મોકલી આપ્યું. તે ૧૬-૩-૫૪ સુધીમાં ૩૬૨૩ રૂપિયા હતું અને જમીન ૨૨૨૦પા વીઘાં થઈ હતી.
ભૂદાનનો કોટા પોતાની હાજરીમાં નક્કી થયેલો હોવાથી પોતાની પણ જવાબદારી છે. એ ન્યાયે મહારાજશ્રીએ એ કોટા પૂરો કરવા માટે રાતદિવસ ઘણો પ્રયત્ન કર્યો. કોટાનો સમય પૂરો થવા આવ્યો હોવાથી તેમનું ચિંતન વધતું હતું. અને ઉપવાસ શરૂ કર્યા હતા. તેથી કાર્યકરો અને પ્રધાનો ચિંતિત હતા. વજુભાઈ શાહ અને નારણદાસકાકા આ માટે સતત પ્રયત્ન કરતા હતા. છેવટે ઢેબરભાઈના સહકારથી સંકલ્પનો કોટા પૂરો થવાથી ચોક્કસ ખાતરી મળતાં મહારાજશ્રીએ તા. ૨૫ ના રોજ પારણું કર્યું. તે પ્રસંગે કાર્યકરો વગેરે હાજર હતા. દેવેન્દ્રભાઈના હાથે પારણું થયું તે પ્રસંગે મીરાંબહેનની ધૂન પછી મહારાજશ્રીએ ટૂંકું પ્રવચન કર્યું. તેનો સાર આ પ્રમાણે હતો.
પ્રારણાં પછીનું પ્રવચન જેને હું મૈયા માનું છું એની પ્રેરણાથી જ મને હંમેશાં બળ આવે છે. મારા મનમાં જે ભાર હતો. તે ભાર સંકલ્પ તૂટવાનો. જો પ્રજાના સંકલ્પો તૂટે તો તેનું નૈતિક ખમીર ઓસરી જાય. માનવજાત માટે વ્રત સિવાય બીજી કોઈ વસ્તુ ઊંચી હોય તેમ હું માનતો નથી અને પ્રજાના માન્ય એવા લોકસેવકો જે સંકલ્પ કરે અને એ સંકલ્પ તૂટે તો એમાં બંનેને વધુ લાગી આવવું જોઈએ. એક રીતે કહું તો મહાગુજરાતનો સંકલ્પ હુરવામાં નિમિત્ત સર્વસેવા સંઘ છે. તેણે ૨૫ લાખનો સંકલ્પ કર્યો. તેમાં ગુજરાતને ફાળે સવાલાખ આવે. એમ મને હુયું. ગુજરાત સૌરાષ્ટ્રમાં જમીનનો પ્રશ્ન હલ થયો છે. ગુજરાતમાં ગણોતધારો અને સૌરાષ્ટ્રમાં ઘરખેડ ધારો લાગુ પડ્યો છે. એટલે સામન્તશાહી જમીનો સૌરાષ્ટ્ર ગુજરાતમાં નથી. જે કંઈ છે એ ગણોતિયા પાસે છે. એમ કહી શકાય. આ પ્રશ્ન આમજનતાને સ્પર્શે છે. જેથી સૌરાષ્ટ્ર, ગુજરાતની આમપ્રજા પાસે યાચીને આ સંકલ્પ પૂરો કરવો જોઈએ. સૌરાષ્ટ્ર બાપુની જન્મભૂમિ છે. અને ગુજરાત કર્મભૂમિ છે. મારો
સાધુતાની પગદંડી
૩૬