________________
છે. એટલે સારા માણસોનું દેખીને સારું કરે છે. ખોટાનું દેખીને ખોટું કરે છે. એટલે આપણે સારા થવું જોઈએ. ઘરનો માણસ આઠ વાગ્યે ઊઠે તો, બીજા માણસો પણ મોડાં ઊઠતાં શીખે. દુનિયા ઓછું કામ કરતાં શીખે તો દુનિયા મરી જાય. એટલે બને તેટલું વધારે કામ કરવું. પોતાનું તો હાથે કરવું જ. આજે તો જે બેસી રહે બહુ ખર્ચ કરે, આરામથી જીવે તેને આપણે મોટો માણસ કહીએ છીએ.
બીજી વાત, ગૃહઉદ્યોગોની છે. ઘાંચીનું તેલ વાપરવું, વણકરનું કપડું પહેરવું તો ઘાંચી-વણકર જીવે. હું ઉત્પન્ન કરું એ બીજા ખરીદે તો હું જીવું. કપડાં હાથે તૈયાર કરી લે તો ઘણી સાદાઈ આવે. હાથનાં કપડાં હોય તો સાચવવાનું મન થાય. જાડાં હોય તો શરમ ન આવે. કારણ કે જાતે કર્યું છે અને ઘરનું કાણું પુરાઈ જાય તે જુદું. આનો ચેપ પાડોશીને પણ લાગે છે. ગરીબ માણસો જે બેસી રહે છે. તેને રોટલો આપવાનું પુણ્ય કર્યું.
આજે મધ્યમવર્ગ દુઃખી છે. કારણ એનું પોતાનું છે. ખાનાર ઘણા અને કમાનાર એક. તેનું જ નામ મધ્યમવર્ગ. ધંધો એવો કરવો જોઈએ કે બહેનોભાઈઓ સૌ કામ કરી શકે. બહેનો બચત કરી શકે. બાળકોને કમાવવાનું ના કહેવું. પણ બચત કરવાનું કહેવું. ચા-બીડી ના પીવાય એથી બચત થાય.
પૈસાદારને ત્યાં મોટું અને ગરીબને ત્યાં પગ” એનું નામ મધ્યમવર્ગ. સારી રીતે ધર્મપૂર્વક જીવવું હોય તો ઘરના કામ પોતે કરી લેવાં જોઈએ. કપડાં, વાસણ, પાણી, ખોરાક બધું જાતે કરી લેવું. નિરોગી શરીર થશે. હવે મર્યાદા આવી ગઈ છે. એટલે જો આ નહિ શીખીએ તો દુઃખી થઈશું.
બધા ધંધા થોડાં માણસોના હાથમાં આવ્યા છે. ગાડાવાળો ભૂખે મરે છે. કારણ કે મોટરો આવી છે. કોસ ચાલતો ત્યારે બળદ જીવતા, ચમાર જીવતો, હવે યંત્ર આવ્યું. પૈસા પરદેશ મોકલી આપવાના, ગાયો તો પળાય જ શું કામ ? ત્યારે શરીર શું કામ આવવાનું એને ઊંચકીને ફરવાનું !
બી.એ. થયેલી બહેન બાળકો માટે મેટ્રિકવાળા માસ્તરને ટ્યુશન કરવા લાવે છે. ત્યારે તારું શિક્ષણ શા કામનું ? બાળકોને દૂધ કોઈ પાઈ જાય મુંબઈમાં મેં નિશાળ જોઈ. આવા બાળકોને લઈ આવે, લઈ જાય, મુતરવું હોય તો નાડું છોડી આપે, ખવરાવે, પીવડાવે, પાઉડર છાંટે, દૂધ પાય. મા શું કરે ? તો કહે બેસી રહે. આમનું જોઈને પેલો મધ્યમવર્ગવાળો ૩૪
સાધુતાની પગદંડી