________________
શાહ મહારાજની તબિયત જોવા આવ્યા. તે પછી રસિકભાઈ અને જાદવજીભાઈ આવી ગયા. તા. ૧૨મીએ બપોર પછી ઢેબરભાઈ, રસિકભાઈ અને જાદવજીભાઈ મળવા આવ્યા હતા. ઢેબરભાઈ કેટલીક વાતો કરવા રોકાયા હતા. ખાસ તો ભૂદાન કોટા પૂરી કરવાની વાત હતી. એ કોટા નક્કી કરવામાં મહારાજશ્રી પણ ભાગીદાર હતા. એટલે સૌરાષ્ટ્રની ચિંતા હતી. અને વિનોબાજીએ કહ્યું હતું કે, ગુજરાત અહિંસાની બાબતમાં આગળ છે પણ સત્યમાં કેટલું ? તેની ખબર નથી. તેનો ખરો ખ્યાલ આ ભૂદાનથી આવવાનો હતો. એટલે મહારાજશ્રી કંઈક આંચકો આપવાનું વિચાર કરતા હતા. તે વિચાર ઢેબરભાઈને જણાવ્યો. માર્ચ માસથી દરરોજ એક હજાર એકર જમીન ના મળે તો તે દિવસે ઉપવાસ કરવો. ઢેબરભાઈએ તો એમની રીતે સમજાવ્યા અને પોતે કેબિનેટમાંથી પંદર દિવસની રજા મેળવી એ કામમાં લાગશે એમ કહ્યું. તા. ૧૩મીએ ડૉ. ચતુર્વેદી જિંથરીવાળા, ડૉ. દસ્તુર અને ડૉ. વિજયશંકરભાઈ આવ્યા. ભોગીભાઈ શેઠ, દેવેન્દ્રભાઈ, ગંગાદાસભાઈ વગેરે હાજર હતા. ડૉ.ચતુર્વેદીએ ફોટો જોયો. અને પછી વિગત પૂછી લીધી. તાવ, ઉધરસ, નાકની સારવાર પછી મટી ગયાં છે. ટેમ્પરેચર પણ રહેતું નથી. ભૂખ લાગે છે. ઊંઘ પણ સારી છે. તેમ છતાં ફોટામાં તેમને કંઈક ચિહ્ન દેખાયું હતું. એટલે પૂછ્યું કે, કદાચ બીમારી આવી હશે. એ ઉપરથી ડૉક્ટરે કહ્યું કે હું અત્યારે કંઈ કરી શકતો નથી. પણ એક મહિનો આરામ કરો. ત્યારપછી ફરી તપાસ કરીશું. અને પ્રોગ્રેસ શું થયો તે જોઈશ. એ દરમિયાન આપ જિંથરી આવો તો સારું. ત્યાં હું બધી વ્યવસ્થા ગોઠવી આપીશ. પણ મહારાજશ્રીનું મન ખાસ અનિવાર્ય સંજોગો સિવાય જવાનું નહોતું. કેટલાક નિયમોમાં પણ મુશ્કેલી આવતી હતી. એટલે ડૉક્ટરે અહીંયાં રહીને આરામ લેવાની સલાહ આપી.
તા. ૧પમીએ જિંથરીથી બે ડોક્ટર આવ્યા. પેટમાં મોંઢા વાટે નળી નાખી પીંચકારી પાણી લીધું. અને નસમાંથી લોહી લીધું. દરમિયાન અહીંના સ્થાનિક ડૉક્ટર રોજ તપાસી જતા હતા. તા. ૨૪મીએ ડૉ. ચતુર્વેદી ફરીથી આવ્યા. ફોટા અને રીપોર્ટ જોયા પછી કહ્યું કોઈ વ્યાધિ નથી. તેમ ટ્રીટમેન્ટ કરવાની પણ જરૂર નથી. ફક્ત આરામ લેવો પડશે. અને ઓછું બોલવાનું, ઓછું સહન કરવાનું એ રીતે ૨૪ કલાકના દિવસનો ૮ કલાક સમજીને કામ લેવું. .૩૨
સાધુતાની પગદંડી