________________
ત્યાં મહારાજશ્રી રાત્રે આવી ગયા. ડૉક્ટરે ઇજેક્શન તથા બીજી સાફસૂફી કરી. બીજે દિવસે સવારમાં ૧૦-૩૦ થી ૧૧-૪૫ સુધી ઑપરેશનનું કામ ચાલ્યું. અંદર દેવેન્દ્રભાઈ અને ગંગાદાસભાઈ બે જ હાજર હતા. શીશી સંઘાડ્યા સિવાય ઇજેક્શન આપીને કામ કર્યું. મહારાજશ્રીએ સારી સહનશક્તિ બતાવી. ડૉક્ટરો ખુશ થયા. પછી સ્ટ્રેચરમાં વોર્ડમાં લાવ્યા. રાત્રે બે વાગ્યે ઊઠ્યા. ડૉક્ટરે ટેમ્પરેચર લીધું. લગભગ ૧૦૦ હતું. ખોરાકમાં દરેક વસ્તુ ખાવાની છૂટ હતી. ગોચરી માટે કોઈ સાધુ લઈ આવે તો ચાલે. એટલા માટે બે ત્રણ સાધુ-સાધ્વીઓને બીજાભાઈઓ મળી આવ્યા. પણ ગમે તે કારણસર કોઈ આવવા તૈયાર ન થયા. ડૉક્ટરો કોઈ ને કોઈ વારંવાર આવતા હતા. મહારાજશ્રી દવા પીવામાં ખૂબ કાળજી રાખતા. બનતા સુધી તો ટિકડી જ લેતા. અને તે પણ પ્રાણીજન્ય ના હોય તેવી. રાત્રે તો કોઈપણ દવા લેતા જ નહિ. ડૉક્ટરો પણ બધી રીતે અનુકૂળ થઈ જતા. તા. ૩૧મીએ તો કોઈનો આધાર લીધા સિવાય જંગલ પતાવ્યું. પોતાનાં કપડાં પણ ધોયાં. વચ્ચે એક વાર એક મૂર્તિપૂજક સાધુ કપડાં ધોઈ ગયા હતા. ભોગીભાઈ શેઠ મિલવાળા દરરોજ ખબર જોવા આવતા. તેમને ખૂબ સહાનુભૂતિ બતાવી. સૌરાષ્ટ્રના પ્રધાનો જાદવજી મોદી, ઢેબરભાઈ, દયાશંકર દવે વગેરે અવારનવાર આવતા હતા. તા. ૨૭મીએ કુરેશીભાઈ, અંબુભાઈ, સુરાભાઈ અને દેવીબહેન આવ્યાં. જયંતીભાઈ તો અહીં હતા જ. સંઘના કામો વિશે વાતો થઈ.
વિવિધ આગેવાનોની મુલાકાતો તા. ૧લી એ અમે દવાખાનું છોડ્યું. ભોગીભાઈ શેઠનો આગ્રહ હતો કે પોતાને જૂને બંગલે મહારાજશ્રી પધારે. અમે અહીંના ભાઈઓને મળીને એ સ્થાન નક્કી કર્યું. તા. ૨જીએ ભોગીભાઈએ પોતાની મિલના ડૉક્ટર અને ગામના પ્રતિષ્ઠિત ડૉક્ટરને બોલાવ્યા. તેમણે મહારાજશ્રીને બરાબર તપાસ્યાં. ફોટો જોયો અને લોહીનો રીપોર્ટ જોયો. તેમને લાગ્યું કે ફેફસામાં થોડો બગાડ છે. એટલે તેને માટે દવાનો કોર્સ લેવો જોઈએ. તા. ૬ઠ્ઠીએ શ્રી ઢેબરભાઈ મળવા આવ્યા. તેમણે ફોટો જોઈને કહ્યું, જિંથરી જવું જોઈએ. તા. ૧૨મીએ જિંથરીવાળા ડૉક્ટરને બતાવવું પછી શું કરવું તે નક્કી થશે. હાલમાં દેવેન્દ્રભાઈની દવા ચાલે છે. તા. ૧૦મીએ નાણાપ્રધાન મનુભાઈ સાધુતાની પગદંડી
૩૧