________________
નાના ના માનશો. એમનું મગજ સ્વચ્છ હોય છે. તેમનામાંથી પણ કંઈક શીખવા જેવું હોય છે.
બીજી વાત ભૂદાનની છે. માત્ર જમીન આપવી એ તેનો હેતુ નથી. પણ ક્રાંતિની પ્રક્રિયા છે. ક્રાંતિ એટલે મારફાડ કે હોહા થાય તેમ નથી. હૃદયનું પરિવર્તન કરાવવું તે સાચી ક્રાંતિ છે. પશુ કરતાં માણસ ઊંચો છે. તેની ઊંચાઈ સાબિત કરવાની ક્રિયા એ ભૂદાન છે. બધા મિત્રો યાત્રાએ જાય દરેક જુદી જુદી જાતની વાનગીઓ લાવ્યા હોય પછી એક ઠેકાણે બેસી ખાવા બેઠા, બધાયે મોઢું ફેરવીને બેસે તે સારું કે બધા એકબીજાની વાનગીઓ આપલે કરીને વહેંચીને પ્રેમથી ખાય તે સારું ? આ વહેંચીને ખાવાની વાત ભૂમિદાનની છે. અમેરિકામાં એક માણસ ઊંચા બંગલામાં રહે અને આફ્રિકામાં માણસને ઝૂંપડું ના મળે તો એ ન્યાય નથી. એક બાજુ મોટી હવેલી હોય અને એક બાજુ ફૂટપાથ પર સૂવા ના મળે. આ ભેદ ઈશ્વરી નથી. એને આપણે દૂર કરવો જોઈએ. તમારામાં કેટલાય વિદ્યાર્થીઓ ગરીબ હશે. તેને તમે મદદ કરી શકો. જેની પાસે જે છે તેમાંથી બીજા માટે થોડું છોડે એનું નામ ભૂમિદાન.
ત્રીજી વાત સાદાઈની છે. બીજા ઉપર બોજો ના પડે તે રીતનું જીવન જીવવું તેનું નામ સાદાઈ. ટોલ્સ્ટૉયની વાત આવે છે. એક ઘોડેશ્વાર નીકળ્યો. બીજો માણસ માથે બોજો લઈને નીકળ્યો. ઘોડેશ્વારે કહ્યું લાવો બોજો લઈ લઉં. પેલા માણસે કહ્યું ભાઈ દયા આવતી હોય તો ઘોડા ઉપરથી નીચે ઊતરી જાને ! આપણે એવું જીવન જીવવું, જોઈએ કે જે બીજાને ભારરૂપ ન થાય. કેટલાક પાંચ હજારનું દાન આપે છે. પણ પચ્ચીસહજા૨નું શોષણ કરે છે. તો તે ક્રાંતિ નથી.
આપણે અરીસો લઈને જોઈએ તો અંદર ડાઘ દેખાય છે. એ ડાઘ કાઢવા માટે અરીસાને ઘસીએ છીએ, બદલીએ છીએ, છેવટે ફોડી નાખીએ છીએ. પણ ડાઘ જતો નથી. આમ બીજાનો ડાધ જોઈએ પણ પોતાનો ના જોઈ શકીએ તો આપણે આગળ નહિ વધી શકીએ. પોતાની ભૂલ જોવી તેનું નામ સંયમ.
બીજે દિવસે ઉપાશ્રયમાં જૈનોની સભા રાખી હતી. બપોરના બહેનોની સભા રાખી હતી. શિહોર ચારે બાજુ ડુંગરાની તળેટીમાં આવેલું છે. ઊંચા સાધુતાની પગદંડી
૨૯