________________
તા. ૮,૯-૧-૧૯૫૪ : શિહોર
મોટા સુરકાથી શિહોર આવ્યા. અંતર ત્રણ માઈલ. વિદ્યાર્થીઓ અને ગામલોકોએ બેન્ડ સાથે સ્વાગત કર્યું.
હાઈસ્કૂલમાં વિદ્યાર્થીઓ સમક્ષ પ્રવચન કરતાં મહારાજશ્રીએ જણાવ્યું કે, વિદ્યાર્થીઓ તમે ભણીને શું કરશો ? તમારી નજરમાં ક્યો નકશો છે ? કોઈ વહાણવટીને પૂછવામાં આવે કે ભાઈ તું વહાણને ક્યાં લઈ જાય છે ? તે એમ નહીં કહે કે જવાય ત્યાં જઈશ. સ્થળ નક્કી જ કર્યું હોય છે. મુસાફર પણ લક્ષ નક્કી કરીને જ જાય છે. તમારો આશય મોટે ભાગે નોકરીનો હોય છે. નોકરી શા માટે ? તો જવાબ મળશે, પૈસા માટે. આમ પછી ઘરડાં થઈશું અને પછી મરી જઈશું. તો હું કહીશ કે આ દેશના લોકો માત્ર જીવવા માટે જીવતા નથી પણ મર્યા પછી પણ એક ઉચ્ચ જીવન જીવવાની કામના રાખે છે.
વિદ્યા મુક્તિ માટે છે. તમે કહેશો આઝાદી તો આવી ગઈ છે. પણ ખરી આઝાદી તો બોજો ઓછો કરે છે. આજે તો વધારે ખર્ચ કરે, જમણવારમાં એંઠું મૂકે. ભજિયાં ફેંકે તે હોંશિયાર કહેવાય છે. વચલા કાળમાં આ બધું ચાલ્યું. બાપુજીએ આ જોઈને નઈ તાલીમની વાત મૂકી. નઈ તાલીમ એટલે માત્ર રેંટિયો નહિ. જીવન જીવવાની કળા. બીજાનું શોષણ કર્યા વગર જીવવાની કળા, તે કેળવણી છે. તમે શ્રમ કરીને રસ્તો બાંધ્યો તેથી આનંદ થાય છે. ટીંપે ટીંપે સરોવર ભરાય.
તમે જે નિયમ ન પાળો તે નિયમ બીજા પાસે પળાવવાનો આગ્રહ નહિ રાખવો જોઈએ. મળેલી લોકશાહીને વ્યાપક બનાવવી હોય તો પ્રથમ નિયમ આપણે પાળીએ. પછી બીજાને કહીએ. આને શિસ્ત કહેવામાં આવે છે. એક માણસને વિચાર થયો કે આ બધી સભા વક્તા સામે જુએ છે. અને મારી સામે જોતી નથી એટલે એણે કારસો કર્યો. પાછળ રહીને ધૂણવા માંડ્યું. લોકોનું ધ્યાન ગયું. અને સભા તૂટી પડી. આવું હમણાં ઘણું બને છે. મકાન તોડવું સહેલું છે. પણ બાંધવું હોય તો વાર લાગે. એટલે મારી તમને બધાને વિનંતી છે કે જેટલી તમે શિસ્ત પાળશો તેટલું તમારું કલ્યાણ થશે. અને પ્રજાનું ઘડતર થશે. નિયમો કરતાં પહેલાં ખૂબ વિચાર કરજો . પણ કર્યા પછી એને વળગી રહેજો. વાલીઓને કહું છું કે, તમે વિદ્યાર્થીને ૨૮
સાધુતાની પગદંડી