________________
તા. ૨૬મીએ વજુભાઈ શાહ આવ્યા. તેમની સાથે ભૂદાન ક્વોટા પૂરો કરવા વિશે ઠીક ઠીક વાતો થઈ. સૌરાષ્ટ્રભરમાં રોજની હજાર એકર જમીન ના મળે તો ઉપવાસ કરવાનો વિચાર પણ આવી ગયો. પરંતુ છેવટે કાર્યકરોની જાગૃતિ અને પોતાના સંતોષ માટે તા. ૮મી માર્ચ સુધીમાં સૌરાષ્ટ્રભરમાં ૨૫ ટુકડી ભૂદાન કામે ના લાગે તો ભૂદાન પ્રવાસ શરૂ કરી દેવો. તથા આખો માર્ચ રોજ એક કલાક ચિંતન અને બે કલાક મૌન રાખવું એમ વિચાર્યું.
રવિશંકર મહારાજની મુલાકાત તા. ૨૭મીએ રવિશંકર દાદા ખબર જોવા આવ્યા. રાત્રે પ્રાર્થનામાં એમણે કેટલીક સુંદર વાતો કરી. ભગવાને પાંચ જ્ઞાનેન્દ્રિય આપી, પાંચ કર્મેન્દ્રિય આપી. કર્મની સાથે જ્ઞાન આપ્યું. કોઈ વસ્તુ એકલી ના આપી. વસ્તા પકડવા જઈએ અને ખરાબ હોય તો ન અડીએ. મન, બુદ્ધિ, ચિત્ત, અંતઃકરણ આપ્યું. આ બધું શોભા માટે નથી આપ્યું. પણ સમાજમાં એકબીજાને મદદ કરવા માટે આપ્યું છે. સમાજમાં હું કોને ખપમાં આવ્યો? કે મને કોઈ ખપ આવ્યું. એ બધો વિચાર કરવો જોઈએ. દેવદર્શન કર્યા. જાત્રા કરી. પણ આ વિશે ઓછું વિચાર્યું છે. “પિંડે સો બ્રહ્માંડે કહ્યું. આંખ શરીર માટે જુએ છે. ત્યારે એ શરીર કયું ? આંખ શરીર, પગ શરીર કે ધડ શરીર ? બધાં ભેગાં થયાં ત્યારે શરીર બન્યું. કોઈ એક ઇંદ્રિય પોતા માટે કામ નથી કરતી. કોઈ માથામાં ડાંગ મારવા તૈયારી કરે તો હાથ તરત રક્ષણ કરશે. હાથને વાગવાનું તો છે જ. છતાં સહજ તે ઊંચો થઈ જાય છે. પેટના પોષણ માટે હાથ કામ કરે છે, પગ કામ કરે છે, આમ દરેકના કામ જુદાં, સ્વભાવ જુદા. છતાં એક બીજા માટે કામ કરે તો ધર્મમય સમાજરચના બની જાય. | મુનિશ્રી ભિક્ષા લે છે લોકોમાંથી અને પોતાની બુદ્ધિ સમાજ માટે વાપરે છે. પણ હવે દિવસે દિવસે આપણે પોતાના સુખ માટે જીવતાં થયાં છીએ. પાણી પણ જાતે પીવા નથી જતા, બીજા પાસે મંગાવીએ. પોતાના સુખ માટે બીજાનું સુખ ઝૂંટવ્યું. કોઈ પથારી કરી આપે, કોઈ ખાવાનું કરી આપે. આથી બીજાનું સુખ આપણે હરી લેવું પડે છે. એ પાપ છે. કર્તવ્ય કર્મ, આપણે જાતે કરવું જોઈએ. દુનિયામાં સામાન્ય રીતે ગતાનુગતિ ચાલે સાધુતાની પગદંડી
૩૩