________________
પહાડ ઉપર શિહોરા માતાનું મંદિર છે, મોટું તળાવ છે. છીંકણી અને વાસણનો ધંધો મુખ્ય છે.
તા. ૧૦-૧-૧૯૫૪ : રાજપરા (ખોડિયાર મંદિર)
શિહોરથી રાજપરા આવ્યા. અંતર પાંચ માઈલ. અહીં ખોડિયાર માતાનું પ્રખ્યાત મંદિર છે.
તા. ૧૧-૧-૧૯૫૪ : ભરતેજ
રાજપરાથી ભરતેજ આવ્યા. અંતર સાડાચાર માઈલ. ઉતારો પંચાયતમાં રાખ્યો હતો.
તા. ૧૨-૧-૧૯૫૪ : નાલી
ભરતેજથી નાલી આવ્યા. અંતર અઢી માઈલ. ઉતારો મજૂર સંસ્કાર મંદિરમાં રાખ્યો હતો. ગામે અને વિદ્યાર્થીઓએ ઢોલતાંસાં સાથે સ્વાગત કર્યું હતું. આ ગામ વાડીનું છે. જામફળ અને દાડમ છેક અમદાવાદ જાય છે.
તા. ૧૩-૧-૧૯૫૪ : ભાવનગર
મહારાજશ્રીનાં બે ઑપરેશનો
નાલીથી નીકળી ભાવનગર આવ્યા. અંતર પાંચ માઈલ ગામના આગેવાનો દેવેન્દ્રભાઈ, ગંગારામભાઈ વગેરેએ સ્વાગત કર્યું.
ભાવનગરમાં મહારાજશ્રીના આવવાનું પ્રયોજન તેમના નાકમાં હાડકી વધતી હતી. જેથી વારંવાર શરદી અને ઉધરસ થઈ આવતાં હતાં. તેમજ છેલ્લાં પાંચ-છ માસથી અનુસ્વાર બોલવામાં મુશ્કેલી પડતી હતી. તેમજ વધરાવળનું દર્દ હતું. તેનો ઉપચાર કરાવવાના હતા. મહારાજશ્રીની ઇચ્છા ઑપરેશન સિવાય વૈદકીય રીતે ઉપચાર થાય તો સારું તેવી હતી. પણ દેવેન્દ્રભાઈ અને ડૉક્ટરોની સલાહ થઈ કે તાત્કાલિક ઑપરેશન કરાવી લેવું. અમો આવ્યાં તે જ દિવસે દેવેન્દ્રભાઈ, ગંગાદાસભાઈ અને દૌલતભાઈ શેઠ સાથે દવાખાનામાં ગયા. ડૉક્ટર દસ્તુરે તપાસ્યા તો અંગ્રેજી S (એસ) આકારે હાડકું વધેલું જણાયું અને તા. ૧૬મીને નિવારે બંને ઑપરેશન સાથે કરાવી લેવાનું નક્કી થયું. જંયતીલાલ ખુ. શાહ આગલા દિવસે રાત્રે આવી ગયા હતા. ડૉક્ટરોએ બે રૂમનો અલગ વોર્ડ ખાલી કરાવ્યો હતો.
સાધુતાની પગદંડી
૩૦