________________
બીજી વાત હિરજનોની છે. એની ખાંધ ઉપર આપણે બેઠાં છીએ. ત્યાંથી ઊતરી જવું જોઈએ. શાસ્ત્રની વાત ના કરશો. જો શાસ્ત્રોની વાત કરશો તો તમને આડું આવશે. એમાં લખ્યું છે, કે કોળીઓનું સંગઠન હોય નહિ. તેને શાસ્ત્ર વાંચવાનો અધિકાર નથી. સાંભળે તો ગળામાં ઊની સોય ભોંકવી. એટલે શાસ્ત્રોને બાજુએ મૂકી દેવાં. અને સાચી વાત સમજવી જોઈએ. ખાદી પહેરીએ તો વણકરને કામ મળે. ડોશીને કામ મળે, આ બધું કરશું તો આપણું સંગઠન પૂરેપૂરું જામશે. પટેલીયાઓએ લખણાનો ધંધો છોડી દેવો જોઈએ. સંગઠનની ત્રણ કસોટી—તમે ખાદી પહેરતા હોવા જોઈએ. હિરજનોને અડતા હોવા જોઈએ અને ગાયોને પાળતા હોવા જોઈએ.
આ કોમના ૪૭ ગામના આગેવાન સણોસરાના સવજી કરસન છે. અહીં લોકભારતી (ગ્રામવિદ્યાપીઠ) નામની સંસ્થા હમણાં શરૂ થઈ છે. સંચાલક નાનાભાઈ ભટ્ટ છે. સંસ્થાને લગભગ ૬૦૦ વીઘાં જમીન ખેડાણ છે અને ૪૦૦ વીઘાંનું ગોચર છે. પાણીની મુશ્કેલી ઘણી છે. જમીન પથરાળ છે. સંસ્થાની ૫૦ વીઘાં જમીનમાં નહેરનું પાણી આવી શકે છે. ગામને પણ પાણી મળે છે. હમણાં ૪૦ વિદ્યાર્થીઓ ભણે છે. તેમને બધી જાતની તાલીમ આપવામાં આવે છે. ખેતીકામ પણ કરવાનું હોય છે. હજુ મકાનો તૈયાર થયાં નથી. ગામની એક ધર્મશાળા છે. તેને થોડું રિપેરિંગ કરીને તેમાં વર્ગ શરૂ કર્યા છે. રસોડું, છાત્રાલય અને અભ્યાસ બધું ત્યાં જ ચાલે છે.
મહારાજશ્રીનાં પ્રવચનો ત્યાં રાખ્યાં હતાં. વિદ્યાર્થીઓને ખૂબ રસ પડ્યો હતો. વિશ્વવાત્સલ્ય અને તેમાંથી ફલિત થતો પ્રાયોગિક સંઘ તેમાંથી કૃષિવિકાસ મંડળ, ગોપાલક મંડળ, મજૂર મંડળ, ગ્રામોદ્યોગ મંડળ, રાજકીય પક્ષ સાથેના સંબંધો, શુદ્ધિ મંડળ અને શાંતિસેના વિશે વિગતવાર ચિત્ર રજૂ કર્યુ હતું. પ્રશ્નોત્તરી પણ રાખી હતી. રાજકીય પક્ષ તરીકે કોંગ્રેસને સાથ આપવા વિશે ઠીક ઠીક ચર્ચાઓ ચાલી. મહારાજશ્રીએ બધી રીતે એના ખુલાસા કર્યા હતાં.
તા. ૩૦-૧૨-૧૯૫૩ : રામધરી
સણોસરાથી રામધરી આવ્યા. અંતર સાડાત્રણ માઈલ. ઉતારો દરબારના ઉતારે રાખ્યો હતો. અહીં ચોર, વડલાનું તળાવ બાંધેલું છે. તેમાંથી ખેતી માટે પાણી ઘણાં ગામોને અપાય છે.
૨૪
સાધુતાની પગદંડી