________________
સને ૧૯૫૪ તા. ૩૧ થી ૩-૧-૧૯૫૪ : આંબલા
રામધરીથી આંબલા આવ્યા. અંતર ત્રણ માઈલ. ઉતારો અધ્યાપન મંદિર પાસે એક મકાનમાં રાખ્યો હતો. સંસ્થાનાં ભાઈ-બહેનો અને ગામ લોકોએ ભજન-મંડળી સાથે સુંદર સ્વાગત કર્યું હતું.
આંબલામાં માગશર વદી ૧૨, તા.ર-૧-૧૯પ૪ના રોજ સંસ્થાની વરસગાંઠનો ઉત્સવ હતો. તે પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે મહારાજશ્રી આશીર્વાદ આપે એવી ઇચ્છા નાનાભાઈ, માટલિયા અને મનુભાઈની હતી. કુદરતી રીતે જ અમારે આ બાજુ આવવાનું હતું. એટલે બરાબર મેળ બેસી ગયો. વિદ્યાર્થી ભાઈ-બહેનો અને કાર્યકરોને ખૂબ આનંદ થયો. સવારસાંજની પ્રાર્થના અને પ્રવચનો થયાં હતાં.
આંબલાની સંસ્થા વરસમાં બે વાર ઉત્સવ ઊજવે છે અને જૂના નવા વિદ્યાર્થીઓ ભેગા મળે છે. અરસપરસ વાર્તાવિનોદ કરે છે. એક વખત શ્રમયજ્ઞ કરે છે અને એક વાર વર્ષગાંઠ ઊજવે છે. સંસ્થાની ખેતી જોઈ. બે મશીન મૂકેલાં છે. ફળ-ઝાડો પણ છે. આંબા, જામફળ, ચીકુ, મોસંબી, દાડમ વગેરે છે. ખેતીમાં ઉત્પન્ન સારું આવે છે.
શિક્ષણમાં મોટો ભાગ ખેતીનો છે. બધી મજૂરી બાળકો કરે છે. અભ્યાસમાં પણ કોઈ નિશ્ચિત પાઠ્યપુસ્તકો નથી. પણ અમુક પુસ્તકો નક્કી કર્યા છે. તે લાઈબ્રેરીમાં મૂકી દે છે. આઠ-દસની ટુકડીમાં બાળકો પુસ્તકો વહેંચી લે છે. પ્રાથમિક શાળા નઈ તાલીમની દૃષ્ટિએ ચાલે છે. કપડાં હાથે તૈયાર કરી લે છે. કમરસાળ ઉપર વણતાં પણ આવડે છે. સૂતર બેંક કરી છે. વિદ્યાર્થીઓ આંટી આપીને તેની પેન્સિલ કે નોટ લે છે. પોતાનો નાસ્તો હાથે કરી લે છે. પ્રાથમિક શાળા પછી લોકશાળામાં આવે છે. પછી ઉત્તર બુનિયાદીમાં અને પછી અધ્યાપન મંદિર કે લોકભારતીમાં જાય છે. ગૌશાળા સુંદર છે. બધાં મળીને ૮૧ જીવ છે. સંસ્થા પાસે ૫૦૦ વીઘા જમીન છે.
ઉત્સવના દિવસે ૮-૩૦ વાગ્યાથી કાર્યક્રમ શરૂ થયો. પ્રથમ મનુભાઈ પંચોળીએ સંસ્થાનો ઇતિહાસ કહ્યો અને ચાલી રહેલાં કાર્યની રૂપરેખા આપી. આની શરૂઆત નાનાભાઈ ભટ્ટે કરેલી હતી. ભાવનગર રાજયે નાનાભાઈને સાધુતાની પગદંડી
૨૫