________________
અપનાવીએ છીએ, બધામાં આ દોષ છે. કપડાંલત્તા, રહન સહન અને બીજી વસ્તુઓ સસ્તી મળે ત્યાંથી ખરીદીએ છીએ. ગામની વસ્તુ ગામમાં બને અને આસપાસ બનતી ચીજો વાપરવી જોઈએ. સતું મોંઘુ એ આપણા દુઃખનું મૂળ છે. ઘાંચીનું તેલ, વણકરનું કપડું, હાથનો દળેલો લોટ વાપરવાં જોઈએ. આથી આખું ગામ સુખી થશે. આટલા માટે ખેડૂતમંડળ ચાલે છે. તેમાં તમો રસ લ્યો. બાળકોને ભણાવો અને કરેલા ઠરાવોનું પાલન કરીને આગળ વધો.
નાનાભાઈ ભટ્ટ બોલતાં જણાવ્યું કે, આ સંમેલનમાં આવ્યા પહેલાં આજ સવારથી હું વિચારમાં પડી ગયો છું. તમને સૌને અમે બધા પછાત વર્ગનાં ભાઈઓ-બહેનો કહીએ છીએ. પછાત વર્ગના તમો છો કે અમે ? તે હું નક્કી કરી શક્યો નથી. એનો નિર્ણય કોણ કરે ? મેલા કપડાંવાળાને પછાત કહેવાય ? કે ઊજળાં કપડાંવાળાને પછાત કહેવાય ? પછાત કોણ કહેવાય એ મને સમજાતું નથી. મારાં ૭૦-૭૨ વરસ તમારા જેવી કોમના સમાગમમાં ગયા નથી. લોકભારતીમાં આવવા પહેલાં મેં વિચાર કરેલો કે, કોળી અથવા વાઘરી વચ્ચે વસવું. અને જીવન વ્યતીત કરવું. પણ એ બન્યું નથી એટલે તમારા પ્રશ્નો હું સમજી શક્યો નહિ. જોડો ડંખતો હોય તેને જ ખબર પડે તે સમજું છું ખરો. છતાં તમારી કોમના શિક્ષણ માટે જે વિચાર્યું છે તે કહું. તમો સતત મજૂરી કરો છો. એટલે તમારા છોકરાને કહું કે પાંચ કલાક બુનિયાદી શાળામાં મોકલો. તો તમને ગળે નહિ ઊતરે. નાના છોકરાંને કોણ રાખશે ? ભાત કોણ લાવશે. એ વિચારો તમને આવશે. એટલે તમારામાંથી સારી સ્થિતિવાળા ભાઈઓ બાળકોને ભણાવે. - તમારા જેવા વર્ગ માટે બે-બે કલાકની નિશાળ કાઢવી જોઈએ. સવારે કે સાંજે જ્યારે વખત હોય ત્યારે છોકરાંને નિશાળે મોકલે, કક્કો તો આવડે. અને થોડા સંસ્કાર પડે. કોઈની સાથે બોલતાં આવડે. બીજી વાત બાળકોની સાથે મોટી ઉંમરના ભાઈ-બહેનોને રાત્રે કામ ઉપરથી આવ્યા પછી કેળવણી મળે એવું કંઈ ગોઠવવું જોઈએ. શિક્ષણ આપે તેવા માણસો તૈયાર કરવા જોઈએ. પહેલાં આપણે ત્યાં ભીમસેનની વાતો, રામાયણની વાતો સંભળાવતા. તમને મજા આવે અને સંસ્કાર પણ મળે. હમણા કારની વાતો ચાલી. કારજ હૈયામાં કોતરાઈ ગયેલું. એટલે યે જાય ? કાળજાની ટાઢ હોય તો ગોદડાં ૨ ર
સાધુતાની પગદંડી