________________
ગઈ છે. પણ માતા માનીને તેના ખોળામાં આળોટ્યાં તેને ખવરાવ્યું, સેવા કરી તો તે બાળકને પણ જીવાડે છે. આખું ગામ એક થઈને જીવે છે. એકબીજાના સુખ અને દુઃખના ભાગીદાર બનીએ છીએ. એ રીતે ગ્રામસંગઠન પણ કરવાનું છે. ગામડામાં દરેક પ્રશ્ન ગામડાં જ ઉકેલે તે પ્રમાણે કરવું છે. ગામની નેતાગીરી ઊભી કરવી છે. ફરજિયાત બચત અને લવાદી એ બે મુખ્ય સિદ્ધાંતો આપણે પાયામાં રાખવાના છે. રાત્રે જાહેર સભા થઈ હતી. તેમાં સવા અડતાળીસ વીઘા જમીન ભૂદાનમાં મળી હતી. તા. ૧૦-૧૨-૧૫૩ : શેડુભાર
કેરાલાથી શેડુભાર આવ્યા. અંતર ત્રણ માઈલ. ઉતારો ઉપાશ્રયમાં રાખ્યો હતો. અહીં માટલિયા, મહાલકારી, પંચાયત અધિકારી, પ્રભાશંકરભાઈ પણ ગામ સાથે સ્વાગતમાં આવ્યા હતા. અહીં એક પ્રસંગ બની ગયો. વાત એમ હતી કે,
સરપંચના એક સગાએ હરિજન બાઈને માર મારેલો. કેડ ભાંગી નાખેલી, છેવટે એ લોકોએ સરકારમાં ફરિયાદ કરી. ફરિયાદમાં જેમ બીજા કરે છે, તેમ થોડું જૂઠું પણ કરેલું. મારનારની સ્ત્રીને અને બીજાને પણ કોર્ટમાં ઢસડી ગયેલા. અમારે સવારે જવાનું હતું. એટલે મહાલકારી અને કાર્યકરને ન્યાય કરવાનું કામ સોંપ્યું. દરમિયાન લાઠીના એક હરિજન કાર્યકર્તાએ સમાધાન કર્યું. ૨૦ રૂપિયા હરિજન બાઈને અપાવી સમાધાન કરાવ્યું. મહારાજશ્રીએ આ વાત જાણી ત્યારે દુઃખ થયું. તેમણે મહાલકારી, માટલિયા અને વાલજીભાઈ એ ત્રણેયને ન્યાય માટે શેડુભાર મોકલ્યાં. એ લોકોએ ત્યાં જઈને પંચાયતના સભ્યોને બોલાવ્યા. માટલિયાએ વાત મૂકી કે, ભાઈ જુઓ તમે જે ન્યાય કર્યો છે, એ બરાબર નથી. પહેલાં તો આપણે એ નક્કી કરો કે, આપણે કોઈએ આપણી બૈરીને મારવી નહિ. તમે મારી હશે એટલે જ છોકરાને મારવાની ટેવ પડી હશે. બધાને એ વાત ગમી. છોકરો હરિજન બાઈની માફી માગે. હરિજન પંચાયતની માફી માગે. લાગે કે તે પંચાયતને નહિ પૂછતાં કોર્ટમાં ગયો અને પંચાયત હરિજનની માફી માગે. કારણ કે તેણે આ પ્રશ્ન જોયો નહિ અને અમે આવ્યા. ખોટું ભાડું થયું. એટલે ૧૦ રૂપિયા દંડ વધારે આપે. સાધુતાની પગદંડી
૧૩