________________
તા. ૧૫-૧૨-૧૯૫૩ : દેરડી
લાઠીથી નીકળી દેરડી આવ્યા. અંતર આઠ માઈલ. ઉતારો ચોરામાં રાખ્યો હતો. માટલિયા તથા મહાલકારી સાથે હતા. અહીંની વાવમાં હરિજનો સવર્ણો સાથે પાણી ભરે છે. આ ગામ ચારણોનું હતું. ચારણ માતા જાગબાઈનું મંદિર છે. તેમની માન્યતાથી પાણી સાથે ભરાય છે. ગામ ગરીબ હોવા છતાં ૪૭ વીઘા જમીન ભૂદાનમાં આપી. તા. ૧૬-૧૨-૧૯૫૩ : ઢસા જંક્શન - દેરડીથી નીકળી ઢસા આવ્યા. અંતર પાંચ માઈલ. મહાલકારી અને કાર્યકરો સાથે હતા. ગામે સ્વાગત કર્યું. અહીં નિશાળમાં એક પણ હરિજન નથી. હરિજનવાસમાં જઈને સમજાવ્યા છે. માસ્તર ગામના ગોર મહારાજ છે. એટલે અને કદાચ વેપારી આગેવાનની હરિજનો પ્રત્યે સૂગ હોય એમ લાગ્યું. અહીં ૩૭ વીઘા ભૂદાન મળ્યું. તા. ૧૭-૧૨-૧૯૫૩ થી ૨૧-૧૨-૧૫૩ : માલપરા
ઢસાથી નીકળી માલપરા આવ્યા. વચ્ચે માલજીના પારણા ગામ આવ્યું. ત્યાંના ગામલોકોના આગ્રહથી થોડો વખત નિશાળમાં રોકાયા હતા. ઉતારો લીંબા પટેલના મકાને રાખ્યો હતો. ગામે દૂર સુધી આવી બાળકો-બહેનો ભજનમંડળો સાથે સ્વાગત કર્યું.
બપોરના ચુંવાળિયા ભાઈઓનું ૨૨ ગામના લોકોનું સંમેલન રાખ્યું હતું. સંમેલનમાં જાહેર ઠરાવ કરે છે, એમ નહિ. પણ ખૂબ વિચારીને અંતે ઠીક ઠીક ઠરાવ કર્યા. દેવીને ભોગ નહિ આપતાં સુખડી કે નાળિયેર આપવું. દિયરવટું ના કરવું, ચોરી ના કરવી, માંસાહાર ના કરવો અને મજૂર મંડળી સ્થાપી સરકાર પાસે કામ માગવું. આમ સુધારા કરવા માટે વિચાર્યું. સંમેલનનો ભોજન પ્રબંધ માલપરાની સંસ્થાએ કર્યો હતો. રાત્રે પણ સંમેલનનું કામ ચાલુ હતું. કેટલાક સમજુ ભાઈઓએ કહ્યું હતું કે, દેવીને ભોગ આપવાના પરિણામે જ આપણા મંદિરોની દશા છાપરાં વગરની કે ખીજડાં નીચે ઢંગધડા વગરની હોય છે. સંમેલનમાં ૨૧ ગામના આગેવાનો હાજર રહ્યા હતાં.
તા. ૧૯મીએ આજુબાજુના ખેડૂતોનું એક સંમલન રાખ્યું હતું. એમાં ગ્રામ-સંગઠન શા માટે ? એ વિશે જરૂરી સમજણ આપી હતી. આ બાજુ
સાધુતાની પગદંડી
૧૫