________________
પણ વિરોધ કરે. ઊભડ પણ વિરોધ કરે. જે ખેતી ના કરતા હોય તે બધા. જ ખેડૂતોનો વિરોધ કરે. આમાંથી બચવા માટે આપણે કમમાં કમ ગામડાં અને પછાત વર્ગોનો વિશ્વાસ તો મેળવવો જોઈએ. એને માટે નૈતિકભાવો છે. આથી ગામડાનું બળ વધી જાય અને સરકાર સુધી અસર પાડી શકાય. લોકશાહીમાં બહુમતીનો અવાજ ચાલે છે. એ બહુમતી નીતિવાળી હોવી જોઈએ. આ નીતિ ગ્રામસંગઠનનો પાયો છે. દુનિયાને પણ આ સંગઠનો માર્ગદર્શન આપી શકશે. આમાં વચ્ચે આવતાં બળોને આંચકો આપવા માટે શુદ્ધિમંડળો, શાંતિસેનાઓની હું હિમાયત કરું છું. રાજકીય પક્ષ તરીકે હું કોંગ્રેસને મહત્ત્વ આપું છું. કારણ કે તેને ઘણા વર્ષોથી નૈતિકતાનું બળ દેશમાં ખીલવ્યું છે. તેને અસ્પૃશ્યતાને કાઢવા કાયદો કર્યો છે. દારૂબંધી માટે કરોડોની આવક જતી કરી છે. ભૂમિવહેંચણી માટે તેને કાયદા કર્યા છે. પણ સમાજની તેને મદદ ના મળી. એટલે જેટલી જોઈએ તેટલી સફળતા મળી નથી. આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે તેને અપૂર્વ કારકિર્દી મેળવી છે. પણ દેશમાં સામાજિક ક્રાંતિ તે કરી શકી નથી. હૈદ્રાબાદમાં હમણાં ગણોતધારો લાવવા પ્રયત્ન થયો પણ કોંગ્રેસના સભ્યોએ તેનો વિરોધ કર્યો.
રાજાજી સામાન્ય ક્રાંતિની વાત કરે છે. ત્યાં ધારાસભ્યો ઉહાપોહ કરે છે. આ સ્થિતિ છે. તેમાંથી કાં તો મૂડીવાદ આવે અને કાં તો દંડશક્તિ આવે. એટલે આ બંને વસ્તુને દૂર રાખવા માટે વચલી કડીરૂપે એક સંઘશક્તિ નિર્માણ થવી જોઈએ. વશિષ્ઠ જેવી વ્યક્તિ રાજા અને પ્રજા વચ્ચે હોવી જોઈએ. આને આપણે ગ્રામસંગઠન કહીએ છીએ. સાચી વસ્તુમાં સરકારને બળ આપે, નબળી પડે ત્યાં વિરોધ કરે. એટલે આજે સત્તા કોંગ્રેસના હાથમાં છે. તેનામાં અમુક દૃષ્ટિ તો છે જ. એને સુવળાંક આપવાની જરૂર છે. બીજા પક્ષોમાં એવી કોઈ ચોક્કસ દૃષ્ટિ મને દેખાતી નથી. એટલા માટે હું ગામડાંને કહું છું કે રાજકીય માતૃત્વ કોંગ્રેસને આપે, અને સામાજિક આર્થિક ક્ષેત્રોમાં સ્વતંત્ર રહો. જો આપણે સત્તાશાહીમાં પડીએ તો જે સ્થિતિ કોંગ્રેસની થઈ તે આપણી થવાની. એટલા માટે આપણે પ્રેરક તરીકે રહેવાનું પસંદ કરીએ છીએ. સરકાર કોંગ્રેસને એ રીતે ગ્રામલક્ષી કરવાની છે. આ વાત માત્ર કાર્યકર્તા સમજી જાય, એ બસ નથી. ખેડૂતો પોતે આ વાત સમજે, તો ઘણું કામ થાય.
સાધુતાની પગદંડી
૧૮