________________
બૃહદ્ ગુજરાતમાં આવા પાંચ-છ એકમ વ્યવસ્થિત થાય તો દેશને માર્ગદર્શન આપી શકાય.
તા. ૨૩,૨૪-૧૨-૧૯૫૩ : માંડવા
માલપરાથી માંડવા આવ્યા. અંતર સાડાચાર માઈલ. (વચ્ચે ખીજડીયા થોડો વખત રોકાયા હતા.) ઉતારો દરબારની મેડી ઉપર રાખ્યો હતો. આજે ભાલનળકાંઠાના ચારે તાલુકાના ૩૪ ભાઈઓ આવ્યા હતા. બે દિવસ રીંકાયા હતા. બપોરની ગ્રામસભામાં મહારાજશ્રીના પ્રવચન પછી ફૂલજીભાઈએ ખેડૂત મંડળ પછવાડેની દૃષ્ટિનો ખ્યાલ આપ્યો. ગામે આજે અણજો પાળ્યો હતો. જમવાનું જુદા જુદા ઘેર વહેંચી લીધું હતું. લોકો સાથે ભૂદાનના ક્વોટા ૫ હજાર એકરમાંથી ૧૫૦૦ એકર બાકી છે તે પૂરો કરવા વિશે, સંગઠનને વધારે પ્રચાર કરવા મંડળ માટે ફંડ એકત્ર કરવા, શુદ્ધિમંડળો વિશે જેજરાનો પ્રશ્ન તથા ચિયાડાનો પ્રશ્ન વિચારવા, આદર્શ ગામની કલ્પનાનું નવું વાર્ષિક સંમેલન ક્યાં ભરવું, (ઉંમરગઢે આમંત્રણ આપ્યું છે.) એ બધાં પ્રશ્નોની છણાવટ થઈ. અહીં ૧૦૪ વીઘા ભૂદાન મળ્યું.
. ૨૫-૧૨-૧૯૫૩ : લીંબડા
માંડવાથી પ્રવાસ કરી લીંબડા આવ્યા. અંતર પાંચ માઈલ. ઉતારો શેઠની શેડી પર રાખ્યો. અહીં મહાલકારી કાર્યકરો અને ધારાસભ્યો આવ્યા હતા. તા. ૨૬-૧૨-૧૯૫૩ : રંગોળા
લીંબડાંથી રંગોળા આવ્યા. અંતર પાંચ માઈલ. ઉતારો ઉપાશ્રયમાં રાખ્યો હતો. અહીં બીજા મૂર્તિપૂજક સાધુઓ પણ હતા. તેઓ ઉદાર વિચારના હતા. રાત્રે સભામાં પણ આવ્યા હતા. અહીં રંગોળાનું મોટું તળાવ બાંધ્યું છે. તેમાં બંધ બાંધી ૧૮ ગામોને પાણી અપાય છે. અહીં ૧૭ વીઘાં ભૂદાન મળ્યું. તા. ૨૭ થી ૨૯-૧૨-૧૯૫૩ : સણોસરા
રંગોળાથી સણોસરા આવ્યા. અંતર છ માઈલ. ઉતારો ગ્રામપંચાયતમાં રાખ્યો હતો. નાનાભાઈ ભટ્ટ, મનુભાઈ પંચોળી તથા લોકભારતીના વિદ્યાર્થીઓ અને ગામ લોકોએ મોટી સંખ્યામાં આવી સ્વાગત કર્યું હતું. સાધુતાની પગદંડી
૧૯