________________
છીએ ત્યારે પ્રાણી કરતાં તેની વિશેષતા દેખાય છે. અને એટલે જ દરેક શાસ્ત્રમાં માણસની કિંમત ઘણી ઊંચી આંકી છે. જૈન શાસ્ત્રોમાં વિશ્વની ક્લ્પના આપવામાં આવી છે. એનું આખું સ્વરૂપ માણસમાં સમાયેલું છે. ગીતામાં પણ કહ્યું, ‘હે અર્જુન બધાં પ્રાણીમાં હું રહેલો છું.' પણ મનુષ્ય યોનિમાં વિશેષરૂપે રહ્યો છું. આ પરથી ખ્યાલ આવશે કે જેની કિંમત વધારે તેમ તેની જવાબદારી વધારે. માણસની વિશેષતા એટલા માટે છે કે તે બીજા પ્રાણીઓનો ભોગ ન લે. પણ બીજા માટે એ ભોગ આપે. બીજા માટે ઘસાય તે ઊંચો. એટલા માટે આપણે વિશ્વવાત્સલ્ય શબ્દ વાપરીએ છીએ. પ્રેમ પંથ પાવકની જ્વાળા’, ‘હિરનો મારગ છે શૂરાનો' એટલે વાત્સલ્ય કવું તેમાં કેટલી જવાબદારી છે. તેનો પણ ખ્યાલ આવે છે. બીજાને રંજાડીને ઉપભોગ કરીએ છીએ ત્યારે લિજ્જત નથી આવતી. પણ ત્યાગ કરીને ખાઈએ છીએ ત્યારે કોઈ ઓર આનંદ આવે છે. માણસના સ્વભાવમાં આ વસ્તુ પડેલી છે. પણ અનેક જન્મોની ભૂલોને પરિણામે તેનામાં ખામીઓ પણ રહી ગઈ છે. એ ખામીઓને પુરુષાર્થ દ્વારા કેમ દૂર કરવી તેને માટે આ આપણો પ્રયત્ન છે.
બીજાના માટે જીવીએ છીએ ત્યારે આપણી પ્રતિષ્ઠા વધે છે. આપણને સંતોષ પણ થાય છે. એટલા માટે આપણા સંગઠનનો પાયો નીતિ અને ત્યાગ મુખ્ય રાખ્યો છે. વેંત નમી શકે છે એની સામે હાથ નમવાવાળા વળી શકે છે. આ વસ્તુ અમલમાં મૂકીએ ત્યારે જ મળી શકે. તેને માટે મેં વિચાર કર્યો અને ગામડું અને ગાય મધ્યમાં રાખીને પ્રયત્ન કરવો એમ વિચાર્યું. એમાંથી ખેતી અને ગોપાલક આવી જાય છે. વિશ્વવાત્સલ્ય એ ધ્યેય છે અને એ ધ્યેય ગ્રામ સંગઠનમાંથી પ્રાપ્ત કરવું છે. એકલો ત્યાગ નહિ કરી શકીએ. એટલે થોડું છોડતા જઈએ. થોડું મેળવતા જઈએ. એટલા માટે ફરજિયાત બચત અને લવાદી બે મુખ્ય રાખ્યા છે. નૈતિકભાવો એ મુખ્ય વાત છે. જે દિવસે પોતાની જરૂરિયાત પ્રમાણેનો માલ ગામડાં પેદા કરતાં થશે અને બચત માલ વેચતાં હશે એ દિવસે આ નૈતિકભાવની જરૂર નહિ રહે. આજે ખેડૂતોને કંઈ રક્ષણ મળતું નથી. તળિયાના ભાવ દરેક ઠેકાણે બંધાયા નથી. આ આખો અન્યાય દૂર કરવા માટે સંગઠન જરૂરી છે. ગામડાં બહુમતીમાં છે. છતાં બીજા વર્ગો બોલકાં છે. સંગઠિત છે, વસવાયા સાધુતાની પગદંડી
૧૭