________________
ખોટી આનાવારી થઈ છે તે અંગે ચર્ચા થઈ. તેની યોગ્ય તપાસ કરી સરકાર પાસે રજૂઆત કરવા પાંચ માણસની કમિટી નીમી. લગભગ પચાસ ગામના ખેડૂતો આવ્યા હતા. વ્યવસ્થિત કામ શરૂ થાય એટલા માટે એમાંના આગેવાનોની એક કમિટી નીમી. અને માલપરા તથા બીજા એક ઠેકાણે સહકારી ભંડારનું કામ શરૂ કરવું એમ વિચાર્યું.
એક રાત્રે બહેનોની સભા થઈ હતી. બીજી રાત્રે ગોપાલકોની સભા થઈ હતી. પુંજાભાઈ કવિ આવ્યા હતા. અને ગોપાલક મંડળનું કામ શરૂ કરવાનું વિચાર્યું હતું. ગોપાલક સહકારી ધોરણે ગાયોનું પાલન કરવા તૈયાર થાય તો માલપરા સંસ્થાએ પોતાની ૨૦ વીઘા જમીન આપવાની તૈયારી બતાવી હતી. તા. ૨૧-૧૨-૧૯૫૩ : ખીજડીયા
માલપરાથી સવારના ખીજડીયા જઈ આવ્યા. ગામના ભાઈઓનો પ્રેમ ઘણો હતો. નિશાળમાં સભા થઈ. એમાં ભાઈઓને ભૂદાન અને ગ્રામસંગઠન અંગે સમજાવ્યું. બહેનોને અનીતિનું ધન ઘરમાં ન આવી જાય તે માટે ચોકીદાર થવા જણાવ્યું. અહીંયાં ૬૩ વીઘાં ભૂદાન મળ્યું અને પાટણામાલજી ગામનો ૨દા વીઘાં ભૂદાન મળ્યું. તા. ૨૨-૧૨-૧૯૫૩ : ભંડારિયા
માલપરાથી સવારના ભંડારિયા જઈને બપોરે પાછા આવ્યાં. બહેનોભાઈઓએ વાજતેગાજતે સ્વાગત કર્યું. આ ગામમાં નાડોદા રજપૂતોની વસ્તી છે. એટલે બૈરાં જાહેરમાં બહાર નીકળતાં નથી. પણ મહારાજશ્રી ઉપરની શ્રદ્ધાને કારણે ગીતો ગાતાં ગાતાં સામે આવ્યાં હતાં. આખો રસ્તો વાળીઝૂડીને સાફ કર્યો હતો. સભા માટે શ્રમ કરીને ઓટો તૈયાર કરી નાખ્યો હતો. અને મહારાજશ્રી જયાં ભિક્ષા લેવા જવાના હતા તે ઘરો લીંપીગૂંપીને તૈયાર કર્યા હતાં. આખા ગામે ફક્ત એક ખાતેદાર સિવાય દરેકે ભૂદાન આપ્યું. એક ભાઈએ તો ચાર વીઘામાંથી એક વીધું આપ્યું હતું. કુલ ભૂદાન ૧૦૯ વીઘા થયું હતું. અહીંના સરપંચ હીરાભાઈ ભીમાભાઈ છે.
માલપરામાં એક રાતના પ્રાર્થના પછી ગ્રામસંગઠન શા માટે જરૂરી છે? તે વિશે મનનીય પ્રવચન કરતાં જણાવ્યું કે, સામાન્ય રીતે માણસને જોઈએ ૧૬
સાધુતાની પગદંડી