________________
સ્વાગત કર્યું હતું. અહીં જાહેર સભામાં બોલતાં મહારાજે જણાવ્યું કે, ભૂદાન એટલે શું ? એનો અર્થ સમજી લેવો જોઈએ. કોઈને કંઈ આપવું પડે તો તે અઘરું પડે છે. પણ જો આમાં લાગણી ભળે તો સહેલું બની જાય છે. એ લાગણી ક્યારે થાય ? કે જ્યારે જ્ઞાન ભળે. જ્ઞાન આવે તો પછી પોતે ખાતો હોય અને બીજો ભૂખ્યો હોય તો તે એકલો નહિ ખાઈ શકે. ટુકડામાંથી ટુકડો આપશે. ઢોર એમ નહિ કરી શકે. બે બળદ સાથે રહેતાં હોય સાથે કામ કરતા હોય, તેમાંના એકને નીરણ નાખો તો તે ખાવા મંડી જશે. બીજા ભાઈની ચિંતા નહિ કરે. આપણે માણસ છીએ એટલે આવું વિચારીએ છીએ.
જે બહુ કંજૂસ હશે, બહુ શોષણખોર હશે તેને ઈશ્વરના આશીર્વાદ મળતા નથી. તેને સુખ પણ મળતું નથી. આપણા સુખ માટે આ ભૂમિદાન યજ્ઞ છે. દેશમાં આગ લાગવાની તૈયારી ચાલે છે. તેવે વખતે તેને ઠારવા માટે આ અંજલિ છે.
તેલંગણમાં આ ચિનગારી પ્રગટી હતી. પણ વિનોબાજીએ બુઝાવી છે. વહાણમાં બેઠાં છીએ. તોફાન શરૂ થયું અને વહાણ ડૂબવા લાગ્યું. તે વખતે કપ્તાને કહ્યું, ભાઈ બચવું હોય તો સાથેનો બચકો દરિયામાં ફેંકી દો. જો તે વખતે કોઈ એમ વિચારે કે આ તો મારી કિંમતી વસ્તુઓ છે. કેમ નાખી શકાય ? પણ એમ કરવાથી પોતે જાય અને એની વસ્તુ પણ જાય. એટલે પોતાના જીવતર માટે પણ એ બચકો છોડવો જોઈએ. ભૂદાન એ બચકો ઓછું કરવાનું આંદોલન છે. પોતાની મમતા તોડવાનું આંદોલન છે. જો આપણે મોટા બંગલા તરફ જોઈશું તો ઘર નાનું પડશે. પણ ઝૂંપડા તરફ જોઈશું તો આપણું મકાન મોટો બંગલો લાગશે. એટલે આપણે નીચે જોવું જોઈએ. તો જ આપણે ઈશ્વરનો ઉપકાર જોઈ શકીશું અને બીજા માટે કંઈક છોડી શકીશું. આવી તમારી લાગણી થવી જોઈએ.
ભૂમિદાન એ બીજા માટે નથી. પોતાના માટે છે. દેવાની વસ્તુ નથી પણ લેવાનું છે. ઘણાંને પ્રથમ તો ભૂમિમાં ખોઈ નાખવા પડે છે. પછી જ તે અનેક સ્વરૂપે આવે છે. તેવું જ આ ધન વાવવાનું છે. તે સંતોષના રૂપે અને બીજી રીતે તે અનેક ગણું ઊગી નીકળવાનું છે. ધરતી કોઈની થઈ નથી અને થવાની નથી. જે ધણી થવા ગયાં, એમના હાથમાંથી એ ચાલી
સાધુતાની પગદંડી
૧૨