________________
સમૂહકાંતણ રાખ્યું હતું. બાળાઓએ ગરબા અને ગીત ગાયાં હતાં. મહારાજશ્રીએ તેમને નાના વ્યસનોથી બચીને ભણવામાં ધ્યાન આપવા કહ્યું હતું. સવા આઠ વીઘા ભૂદાન મળ્યું હતું. તા. ૩૦-૧૧-૧૫૩ : આંબા
જીરાથી આંબા આવ્યા. અંતર ચાર માઈલ. ઉતારો સરકારી કચેરીમાં રાખ્યો હતો. રાતની સભામાં મહારાજશ્રીએ જણાવ્યું કે, તમને લાગશે કે જૈન સાધુ અને ભૂદાન એને શો સંબંધ ? તે વિશે ઘણાને શંકાકુશંકા થતી હશે. દયા અને દાનને પણ સમજવું જોઈએ. કોઈને એમ થશે કે જ્યાં ખેડૂતો ગરીબ છે તેમની પાસેથી ભૂમિદાન લેવાનું શું પ્રયોજન ? આ બાબત લાંબી દૃષ્ટિથી જોવી જોઈએ. વાવીને લણવાનું છે. પહેલાં ત્યાગ કરીએ તો જ વધુ મળશે. તા. ૨,૩-૧૨-૧૯૫૩ : લીલીઆ મોટા
આંબાથી નીકળી લીલીઆ આવ્યા. અંતર સાડા ચાર માઈલ. ઉતારો ઉપાશ્રયમાં રાખ્યો હતો. ગામ લોકોએ સામાં આવી સ્વાગત કર્યું. અહીં દશ ધારાસભ્યો અને આગેવાનોને વેચાણવેરા અંગે વાતચીત કરવા બોલાવ્યા હતા. અંબુભાઈ શાહ, બાબુભાઈ જશભાઈ, નાયબપ્રધાન, કુરેશીભાઈ અને ડો. શાંતિભાઈ આવ્યા હતા. આખો દિવસ ચર્ચાઓ ચાલી. બાબુભાઈએ મુખ્ય વાતો કરતાં જણાવ્યું કે સરકાર બહુલક્ષી વેચાણવેરો લાવી હતી. વેપારીઓનો સખત વિરોધ હતો. છતાં પણ વચલી કડીઓ એ બિલમાં ઓછી થવાની સંભાવના હતી. એટલે ડૉ. જીવરાજે તેનો આગ્રહ રાખ્યો હતો. મહારાજશ્રીએ વચલી એજન્સી ઓછી થવાને કારણે ગામડાં સબળ બનશે. માલ સસ્તો પડશે અને એ છૂટી પડેલી મૂડી (બુદ્ધિ) ગામડાંના વિકાસમાં વપરાશે. એ ન્યાયે એ બિલને પોતાનો ટેકો આપ્યો હતો. પણ હવે જયારે સરકાર એ બિલ બદલીને દ્વિલક્ષી લાવવાની છે. નાના વેપારીઓનો વિરોધ હોવા છતાં તે લાવે છે. ત્યારે તેટલા પ્રમાણમાં તે પીછેહઠ કરે છે. અને તેમાં મોટા વેપારીઓની લાગવગ છે. તેમ જણાવવાથી મહારાજશ્રીએ બહુલક્ષી ચાલુ રાખળા પૂરો પ્રયત્ન કર્યો. અમદાવાદ, મુંબઈ અને વડોદરાનાં નાનાં મંડળો સાથે સંપર્ક સાધ્યો. ડૉ. જીવરાજભાઈ કુંડલામાં રૂબરૂ મળવા
સાધુતાની પગદંડી