________________
નીમી છે. પંચાયત એટલે ગામડાંનું સંગઠન. પણ પંચાયત જો પરાણે આવી હશે તો મજા નહિ આવે. અમો આવ્યા છીએ અને તમને પ્રેમ છે. તો તમે કહેશો કે અમારાં ધન્ય ભાગ્ય કે તમારા જેવા માણસો અમારે આંગણે હોય પણ જો અણગમતું હોય તો તમે કહો કે, ક્યાંથી ટળ્યા ? આવું દરેક કામમાં છે. જીવન પ્રત્યે પ્રેમ નથી. એટલે જીવી નાખીએ છીએ. પણ વેઠ કરીને. જે શાંતિ અને આનંદ જોઈએ તે મળતો નથી. શિક્ષક નિશાળમાં ભણાવતો હોય તો નિશાળ છૂટવાની વેળા ક્યારે થાય એની રાહ જોશે. બાળકો પણ ક્યારે રજા પડે તે જોશે. પણ એ શિક્ષણમાં અને શીખવવામાં આનંદ અને ફરજ જણાશે. ત્યારે નિશાળથી ઘેર જવાનું કોઈ દિવસ મન ન થાય. સાંદિપનીનો આશ્રમ કેવો હતો. કૃષ્ણને ઘર યાદ આવતું નહિ, ઊલટું ઘેર જવાનું થાય તો ચિંતા થતી.
આપણું જીવન નીરસ થઈ ગયું છે. જો એમ ન હોત તો ગામમાં પંચાયત હોય અને આવા ખાડા-ટેકરા હોય ? દરેકને એમ થાય કે મારે શું? ખરું જોવાં એમ થવું જોઈએ કે હું પણ ગામનું એક અંગ છું. એવું જ ભૂદાનનું છે. ભૂમિદાનનું ગીત સાંભળીને કેટલાક ભાગવા લાગશે. જે આવશે તેમની પાસે ભૂમિ હશે નહિ. કેટલાક કાન પવિત્ર કરવા આવશે. ત્યારે ભૂમિદાનનું રહસ્ય સમજ્યા વિના એ થવાનું નથી. જેમ વરસાદ આવશે ત્યારે ખેડૂત ગમે ત્યાં ગયો હશે ત્યાંથી ઘેર પાછો ભાગશે. કારણ કે વાવણી કરવાની છે. ત્યારે આ ભૂમિદાન એ બી વાવવાનું છે. તમો ભૂમિદાનથી ભડકો નહિ. તેની વાત સમજો. છે કોઈ એવી વસ્તુ કે એકમાંથી અનેક થઈ શકે? રૂપિયા એકના અનેક થાય છે. એકના નવ કોઈ આપે છે.પણ અગિયાર બાર લે છે. ત્યારે નવ આપે છે. રૂપિયા સોના દોઢસો થાય તે વિયાતા નથી. પણ અનીતિ વિચાય છે. ચોરી વિયાય છે. ચેતના સિવાય કોઈક વિયાતું નથી. એક કણના હજાર કણ આપ્યાં એની ઉપર માત્ર આપણો જ અધિકાર છે શું ? એટલા માટે પૂર્વજો વાવણી વખતે બોલતાં કે શ્રી ગણેશાય નમઃ ગણ એટલે ટોળુ (સમાજ) જે હું વાવું છું. તેમાં સમાજનો ભાગ છે, સંતનો ભાગ, જતિનો ભાગ, પંખીનો ભાગ, પણ આપણે શું કરીએ છીએ ? પાક્યા પછી બધું મારે. બનાસકાંઠામાં મેં જોયું. ઘાસના ઓઘા જોયા, જોઈએ તેટલું ઘાસ અને અનાજ લઈ લે. બાકીનું ત્યાં સાધુતાની પગદંડી