________________
જ છોડી દે. ભગવાનનો આ પ્રસાદ છે શેરડીનો ચીચોડો ચાલતો હોય, ગોળ બનતો હોય ત્યારે જે કોઈ ત્યાં જાય તે પ્રસાદનો અંશ લીધા સિવાય જઈ શકે જ નહિ. એ રિવાજ થઈ ગયો હતો. આ લીસોટા ક્યાંક ક્યાંક રહી ગયા છે. દરજી ચોરે, મોચી ચોરે, સોની ચોરે, લુહાર ચોરે બધાં જ ચોરે, કેટલાક વેપારી રાતના બાર વાગ્યા પછી પણ ખુલ્લી દુકાન રાખે. કારણ કે લોકો ચોરેલો માલ કાલાં, કપાસ, માંડવી વેચવા આવે. તે સીધાં ચોરીનાં જ, આ તો ચોરીને જ ટેકોને ? અને પાછા કહેવાના શાહુકાર ! આ સ્થિતિમાંથી આપણે બહાર નીકળવું જોઈએ. બધાં જ સ્વાર્થી થયા છે. નિઃસ્વાર્થી થવા માટે આ ભૂદાન છે. એક એકરવાળો પણ આપી શકે છે. કહેવાય છે કે પહેલા એવા પ્રકારના જોગીઓ હતા. તે ઇલમકી લકડી ફેરવી દેતા. તેથી કોઈ રસોઈ ખૂટે નહિ. એ ઇલમ કયો ? નિઃસ્વાર્થતાનો આપવા લાગ્યા કે લેનારો ધરાઈ જાય છે. આપણે ખાવા જેટલું પકવીએ ‘ખાય મૂંઝા લકડાં ના થાય'. પૈસા વાવતાં થયા છે એટલે લોભ લાગે છે. જૂના વખતના પ્રવાસીઓએ આ દેશ વિશે નોંધ્યું છે કે અમે કોઈ ઘેર સાંકળ મારેલી ના જોઈ. કૂતરાં પણ અંદર ના જાય, તે સમજે છે કે આ મારા માલિકનું ઘર છે મને ખાવા આપવાનો જ છે. પણ માનવીને વિશ્વાસ નથી. આપીને રસ ચાખો કે ઉદારતાનો રસ, આપવાનો રસ કેવો છે ! એક ગામમાં ગયો. સ્વાગત તો સારું કર્યું. પણ જયાં ભૂદાનની વાત સાંભળી કે ઘોડી પર બેસીને ચાલતા થયા. કોઈ કહે છે દીકરો ના કહે છે, પણ એ દીકરો સ્વાર્થનો દીકરો છે. ત્યારે જેની પાસે રોટલો નથી. તે અકળાય નહિ તે સ્થિતિ પેદા કરવા માટે ભૂદાન છે. “મા” કોઈ દિવસ લખત કરતી નથી કે મારે મારા દીકરાને પાળવો. એ સહજ છે. તેમ આપણે જો સમાજની મા થઈને રહીએ તો એ માને સમાજરૂપી દીકરી સારી રીતે પોષવાનો છે. તા. ૨૯-૧૧-૧૫૩ : જીર
શ્રીમરણથી નીકળી જીરા આવ્યા. ઉતારો નિશાળમાં રાખ્યો હતો. આ ગામ ખેડૂત સંઘની અસર નીચે હતું. વેપારી વર્ગ વિરોધી લાગ્યો. કોઈની સાથે એમ વાત કરતા હતા કે “આ મહારાજ તો ધર્મનું કામ કરવાને બદલે રાજકારણનું કામ શું કામ કરતા હશે ? કોઈ સ્વાગત માટે સામા ન જશો. આવશે એમની મેળે.” આમ ગેરસમજ થયેલી હતી. સાંજના નિશાળમાં
સાધુતાની પગદંડી