________________
પણ સ્પષ્ટ છે. એટલે આંતરરાષ્ટ્રીય નીતિને કારણે દેશમાં કોંગ્રેસ સિવાય કોઈ બળ નથી.
આર્થિક સામાજિક ક્રાંતિ તે નથી કરી શકતી. તેનું કારણ તેમાં શહેરીસંસ્કૃતિનું મિશ્રણ છે. એટલે એને ગ્રામલક્ષી બનાવવા માટે ગામડાંનું બળ એને મળવું જોઈએ. ખેડૂત પરિષદ સામે તાત્ત્વિક મતભેદ છે. કોઈ ઠેકાણે ઘર્ષણ પણ થાય. પણ છેવટે તો એકબીજાની શુભ નિષ્ઠાથી પ્રશ્નો પતાવી શકાય છે.
આજની કોંગ્રેસમાં જે કડી ખૂટે છે તે ગ્રામલક્ષિતા તે માત્ર અંદર જવાથી નહિ આવે. પણ સમાજક્રાંતિ અને અર્થક્રાંતિ ગામડાંમાં રહીને કરવાથી થશે. ભૂમિઆંદોલન ગ્રાનિર્માણનો એક ખૂણો છે. એક ખૂણો સંધાયો એટલે બીજો સંધાશે. ઘાંચી-વણકરનો ખૂણો જોશે, વણકર-ઘાંચીને સાચવશે. અરસપરસ મદદ ક૨શે અને પોતાથી નીચેનાનો વિચાર કરશે.
બહુલક્ષી વેચાણવેરામાં વચલી કડીઓ ઓછી થાય છે. એ કડીઓનું શું? વેજીટેબલ બંધ થાય તો તેમાંથી નીકળતા મજૂરોનું શું ? એમાં રોકાયેલી મૂડીનું શું ? યંત્રો બંધ કરીએ તો મજૂરો અને મૂડીનું શું ? એ બધા પ્રશ્નો આપણી સામે આવશે. પણ ગામડાં આટલો બધો વખત બેકાર રહ્યાં અને હજુ પણ છે તેનું શું ? તેનો કોઈ વિચાર થયો નથી. વેપારમાં ચાર-પાંચ એજન્સીઓ શું કરવા જોઈએ ? સરકાર આ બધું નહિ કરી શકે. ગ્રામસંગઠન જ આનો ઉપાય છે.
તા. ૨૭-૧૧-૧૯૫૩ : ચરખા
ચલાલાથી નીકળી મોટી ગરમડી ગામમાં થોડું રોકાઈ ચરખા આવ્યા. અંતર પાંચ માઈલ. ઉતારો નિશાળમાં રાખ્યો. રાત્રે સભામાં ૬૮ વીઘા જમીન ભૂદાનમાં મળી.
તા. ૨૮-૧૧-૧૯૫૩ : સીમરણ
ચરખાથી નીકળી સીમરણ આવ્યાં. અંતર પાંચ માઈલ. ઉતારો મહાદેવમાં રાખ્યો હતો. ગ્રામલોકોએ સામે આવી સ્વાગત કર્યું હતું. રાત્રે પ્રાર્થના પછી જાહેરસભામાં બોલતાં જણાવ્યું કે, આપણે આવ્યા ત્યારે રસ્તામાં ખાડાટેકરાં આવ્યા. બળદગાડાને આ હાનિકારક છે. એ રોડાં દૂર કરવા પંચાયત
સાધુતાની પગદંડી
૬