________________
લોકશાહી ઢબનું છે અને લોકોના મતથી ચાલતું રાજ્ય છે. ગ્રામસંગઠનો જો માત્ર ધન માટે થાય તો તે અનર્થકારી નીવડે. એટલે એને દોરવણી આપવા માટે પ્રાયોગિક સંધની જરૂર રહેશે. ગામડાનાં મુખ્ય સાત પ્રશ્નો હોય છે.
(૧) અન્ન (૨) વસ્ત્ર (૩) વસાહત (૪) આરોગ્ય (પ) શિક્ષણ (૬) ન્યાય (૭) સંરક્ષણ.
આ સાતને અનુરૂપ ખેડૂતમંડળ, ગોપાલક મંડળ, ગ્રામોદ્યોગ મંડળ ઊભાં થવાં જોઈએ એટલે કે રચાવાં જોઈએ. આ બધું કરતા પહેલા આપણે રાજકીય અને સામાજિક વસ્તુ તરફ ધ્યાન આપવું પડશે. રાજકીય પક્ષ તરીકે કોંગ્રેસે આ દેશને ઊંચે લાવવામાં મહત્ત્વનો ફાળો આપ્યો છે. પૂર્વે આપણે ત્યાં વ્યક્તિવાદી રાજતંત્ર હતું. રામરાજ્ય એ રીતે પ્રખ્યાત છે. સર્વાનુમતેથી રાજ ચાલતું તે ધોબીના પ્રશ્નથી સમજાય છે. લોકશાહી રાજ્ય તો જ શુદ્ધ રહી શકે કે મતદાન કરનાર ગ્રામીણ પ્રજા ઘડતર પામેલી હોય. એ ઘડતર માટે ગ્રામસંગઠનની હું હિમાયત કરું છું. ક્રાંતિનું કામ શહેરો નહિ કરી શકે, ગામડાં કરી શકશે. એનાં બે કારણ છે : શહેરોની જરૂરિયાત વધારે છે અને શ્રમશક્તિ નથી. ગામડામાં જરૂરિયાતો ઓછી છે, શ્રમશક્તિ વધારે છે. શહેરી ઉત્પાદક નથી માત્ર રૂપાંતર કરે છે. જ્યારે ગામડાં ઉત્પાદક છે.
આ પછી બીજા બે પ્રશ્નો આવે છે. અન્યાયના પ્રતિકાર માટે શુદ્ધિ મંડળો સ્થપાય, આજની કોર્ટે ન્યાય આપી શકતી નથી. ત્યારે શુદ્ધિ મંડળો સત્યાગ્રહ કરી શકે. તેથી આગળ વધીને શાંતિસેનાઓ સ્થાપવી પડશે. પ્રતિકારકબળ ઊભું કરવું પડશે. એની દોરવણી યોગ્ય પુરુષોની હશે. પણ આંચકા આપ્યાં સિવાય સમાજની શક્તિ વધવાની નથી. પહેલાં કોમી હુલ્લડો થતાં હવે રાજકીય તોફાનો થવા લાગ્યાં છે. તેવે વખતે શાંતિસેનાના સભ્યો બલિદાન દ્વારા અને ઉપવાસો દ્વારા તેમાં શાંતિ સ્થાપવા પ્રયત્ન કરશે અને આ કાર્યમાં સ્ત્રી જાતિ એમાં ઘણી ઉપયોગી થશે.
કોઈને થશે કે આ શા માટે ? મેં કહ્યું છે કે ભૂતકાળમાં આપણી સમાજરચના અને અર્થતંત્ર અમુક જાતનું હતું, પણ યંત્રો આવ્યા પછી ધર્મ સંસ્થાએ સંશોધન ના કર્યું એટલે વિજ્ઞાન ધર્મથી આગળ નીકળી ગયું. અને ભારતની જે સમાજરચના હતી એ ટકી ના શકી, બ્રિટિશરોએ પણ એ રીતે
સાધુતાની પગદંડી