________________
જ લાભ લીધો. બાપુજી આવ્યા પછી તેમણે નવી દિશા બતાવી. નૈતિક પાયા ઉપર બધી રચના થાય તે માટે આ ચાર વિભાગ પાડ્યા છે. આ દેશની ધર્મ સંસ્થા પણ આ દિશામાં કામ કરતી થાય એવો પણ ખ્યાલ છે. આ દેશની પ્રજા ધર્મ સંસ્થાનો કોઈપણ રીતે નિભાવ કરે છે. પણ હવે લોકોને લાગે છે કે ધર્મ સંસ્થાની જરૂર નથી. કારણ કે તે નિષ્ક્રિય થઈ ગઈ છે. એટલે હવે ધર્મ સંસ્થા નવા સ્વરૂપે વિશ્વવત્સલ સંઘના નામે ફરી જાગ્રત કરવાની કલ્પના છે.
નગર પુનરચના મંડળ ગ્રામ મંડળને પૂરક બનશે. જ્યાં સુધી પરદેશ સાથે વ્યવહાર છે ત્યાં સુધી નગરોની જરૂર તો રહેવાની. ફેર એટલો કે એની દૃષ્ટિ ગામડાંને જીવાડવાની રહેશે. આપણે ત્યાં મહાજનની જે સંસ્થા હતી તે આ રીતે જ જીવતા. એટલા માટે તે મહાજન કહેવાતા. મોટા માણસ એ મહાજન. ઝગડુ શાહ, ભામાશા, ભીમો હડાળિયો એના પ્રમાણો છે.
પક્ષો વધે છે ત્યારે કોંગ્રેસને જ સમર્થન શા માટે ? એનો ઉત્તર એ છે કે, આપણે ત્યાં એવી માન્યતા છે કે સબળ વિરોધપક્ષ હોય તો જ રાજકારણ તંદુરસ્ત ચાલે. મારી માન્યતા જુદી છે. વિરોધપક્ષમાં ચૂંટાયેલા માણસ જાય, નીતિ જોવા કરતાં પક્ષીય દૃષ્ટિએ જ દરેક પ્રશ્નને જુએ છે. ભાષાવાર પ્રાંત રચનાનો પ્રશ્ન એની દંદૂભિ વગાડવાના. લોકોને શું ગમે છે તે આપશે. અને પોતાના પક્ષની પ્રતિષ્ઠા વધારવા પ્રયત્ન કરશે.
દેશની અંદર સ્વરાજ્ય લાવવા માટે સંસ્થા તરીકે કોંગ્રેસનું સ્થાન અદ્વિતીય છે. એમાંથી છૂટા પડેલા ભાઈઓનો ઓછો ભોગ છે એમ કહેવાનો મારો આશય નથી. પણ આજે વ્યક્તિ કરતાં સંસ્થાનું મહત્ત્વ વધારે છે. સામ્યવાદી કહે કોમી પક્ષોને તો આપણે ટેકો નહિ આપીએ પણ પ્રજાપક્ષને માટે કેટલાકને આશા રહે છે. એ પક્ષ કેવળ રાજકીય રીતે ઊભો થયો છે. સામાજિક, આર્થિક કામો તેણે લીધાં નથી. વળી રાજકીય દષ્ટિ હોવાને કારણે અશુદ્ધ સાધનોનો આધાર લે છે. ગઈ ચૂંટણીમાં દારૂબંધીની નીતિની ટીકા કરી. કોઈ વ્યક્તિઓ દારૂબંધીને ટેકો આપશે. પણ સંસ્થા તરીકે ટેકો નહિ આપે. ચૂંટણીમાં સામ્યવાદી સાથે કે કોમવાદી સાથે પણ જોડાણ કરે છે. એટલાં જ માટે હું કોંગ્રેસને ટેકો આપું છું. તેની કેટલીક ખામીઓ હોવા છતાં અહીં સત્ય અને અહિંસાની નીતિ સ્પષ્ટ છે. તેની પરદેશ નીતિ સાધુતાની પગદંડી