________________
જોઈએ. બહેનોએ જે સભાવ બતાવ્યો છે તેની મારા મનમાં ઊંડી અસર થઈ છે.
બીજે દિવસે બપોરના ૩-૩૦ વાગ્યે પ્રયાણ હતું. બહેનો-ભાઈઓ વિદાય આપવા મોટી સંખ્યામાં હાજર થઈ ગયાં હતાં. યુવકમંડળનું બેન્ડ અને ઢોલ તાંસાં પણ હાજર હતાં. સરઘસ આકારે સૌ ગામની પાદરે એક જગ્યાએ સભાના રૂપમાં ગોઠવાઈ ગયાં. છોટુભાઈએ ચાતુર્માસનું ટૂંકું નિવેદન કર્યું. ગામના સ્વાગતનો ઉલ્લેખ કર્યો. અને સંઘ તરફથી આભાર માન્યો. ભૂલચૂક માટે માફી માગી.
મહારાજશ્રીએ લાગણીભર્યા અવાજે ફરીથી ગામના પ્રેમનો ઉલ્લેખ કર્યો. કાર્યકરો તરીકે શ્રી.અમુલખભાઈ ખીમાણી, શ્રી લલ્લુભાઈ શેઠ અને કેશુભાઈ ભાવસારે જે વ્યવસ્થા ગોઠવી, આવનારાઓની સવલત સાચવી અને માનઅપમાનની ખેવના રાખ્યા સિવાય રાત-દિવસ અમારી જે કાળજી રાખી એનો આત્મસંતોષ વ્યક્ત કર્યો. પોતે સૌરાષ્ટ્રમાં જે ભૂદાન અને ગ્રામ સંગઠનનો વિચાર લઈને આવ્યા છે એ કાર્યમાં સૌનો સહકાર માગ્યો. અને પોતાનાથી કોઈને કોઈ જાતનું દુઃખ જાણતા-અજાણતાં લાગણી દુભાઈ હોય તો તેની ક્ષમાયાચના કરાવી.
આ પછી સૌએ ચરખડીયા ગામ તરફ પ્રયાણ કર્યું. વિદાય આપવા આવેલ ટોળાં ધીમે ધીમે છૂટાં પડતાં જતાં હતાં. કોઈને પાછા જવું ગમતું નહોતું. કેટલાંક ભાઈ-બહેનો ઠેઠ સુધી સાથે આવ્યાં. તા. ૨૨-૧૧-૧૯૫૩ : ચરખડીયા - સાવરકુંડલાથી ચરખડીયા આવ્યા. સાવરકુંડલા નદી રસ્તામાં બંધ આગળ જમીનમાં વિલિન થઈ જતી જોઈ નવાઈ લાગી. રાત્રે ચોરામાં સભા થઈ. તા. ૨૩-૧૧-૧૯૫૩ : ઓળીયા
ચરખડીયાથી ઓળીયા આવ્યા. ઉતારો નિશાળમાં રાખ્યો. રાત્રે જાહેર સભામાં ભૂદાનની વાત સમજાવી, સાડાઆઠ વીઘા જમીન મળી. તા. ૨૪-૧૧-૧૯૫3 : નેસડી
ઓળીયાથી દ્વારા કરવા ની ની ની . અંતર સાડા ત્રણ માઈલ. ઉતારો ધર્મશાળામાં રાખ્યા હતા. લોકોએ રામ આવી સ્વાગત કર્યું. રાત્રે સભામાં
સાધુતાની પગદંડી