________________ 18 શ્રી પાર્શ્વનાથ ચરિત્ર-ભાષાંતર. -~ ~-~~~ -~~-~ માત્ર દુષ્કર્મનું ફળ ભેગવવાને તેમણે મને જીવતે મૂ. હે નાથ! મેં સાક્ષાત્ પિતાનાંજ પાપનું ફળ જોયું, અને તમે પણ સાક્ષાત્ તમારા સુકૃતનું ફળ જોયું. માટે ખરેખર! ધર્મથીજ અવશ્ય જય છે. હે સ્વામિન્ ! અદશ્ય મુખવાળા મને હવે દૂરથીજ વિસર્જન કરે.” આ પ્રમાણે સાંભળીને કુમાર બોલ્યા કે હે મિત્ર ! તું તારા મનમાં કઈ જાતનો વિકલ્પ કરીશ નહિ. તારી સહાયથી જ આ બધું મને પ્રાપ્ત થયું છે. જે એમ થયું ન હોત તો મારૂં અહીં આગમન કયાંથી થાત અને કન્યા તથા રાજ્ય વિગેરેની પ્રાપ્તિ પણ કેમ થાત ? માટે આ તારોજ ઉપકાર છે, તો હવે આ મારા રાજ્યમાં તું સર્વ રીતે કૃતકૃત્ય થા અને પ્રધાન પદવી લઈને મને નિશ્ચિત કર.” પછી સજ્જન ત્યાં સ્વસ્થ થઈને સુખે રહેવા લાગ્યા, એકદા સ્વભાવે દક્ષ રાજપુત્રીએ તેની દુષ્ટતા જાણીને રાજપુત્રને કહ્યું કે:-“હે સ્વામિન્ ! કુલીન સ્ત્રીઓએ ભરને શિખામણ આપવી એ છે કે નથી તથાપિ આપ ભેળા છે, તેથી કંઈક કહેવાની જરૂર પડે છે. હે નાથ ! આ સજજનની સંગત કરવી આપને ઉચિત નથી. જે એની ઉપર તમને નેહરાગ હોય તો તેને ધન યા દેશ આપે પણ હે પ્રાણેશ ! એની સબત તે નજ કરો. સર્ષને દુધ પાવાથી તેના વિષનોજ વધારે થાય છે. અગ્નિ તેજોમય છતાં લેહના સંગથી તે ઘણુની તાડના સહન કરે છે. કહ્યું છે કે:“સંતપ્ત લેહ પર પડેલ જળનું નામ પણ જણાતું નથી, તેજ જળ કમળના પત્ર૫ર રહેલ હોય તે મુક્તાફળ જેવું શેભે છે અને સ્વાતિ નક્ષત્રમાં જે તે સમુદ્રમાંની શક્તિના સંપુટમાં ગયેલ હોય તે તેના મૈતિક પાકે છે; માટે પ્રાય: અધમ મધ્યમ અને ઉત્તમ ગુણ સહવાસથી જ પ્રાપ્ત થાય છે. તેથી સજજનેને નીચની સેબત સુખકર થતી નથી. વળી નીતિશાસ્ત્રમાં પણ એક દષ્ટાંત કહ્યું છે કે, હંસ નીચ કાગડાની સોબતના દેષથી મરણ પામ્યો. તે દષ્ટાંત આ પ્રમાણે છે:– P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust.