________________ શ્રી પાર્શ્વનાથ ચરિત્રભાષાંતર. નિરર્થક પરહિતને હણે છે તેમને તે શી ઉપમા આપવી તે સૂજતુંજ નથી.”હે ઉત્તમ બાલિકા ! આ પુરૂષોત્તમે તને પિતાના ગુણોથીજ વશ કરી લીધી છે અને તે પણ એને પ્રગટ રીતે સ્વયમેવ પિતાને આત્મા સમર્પણ કર્યો છે. હું તે નિમિત્ત માત્ર છું. તું સભા ચિરકાળ જીવતી રહે અને સુંદર ભેગ ભેગવ એજ હું ઈચ્છું છું.” પછી રાજાએ શુભ લગ્ન ચિત્ત અને વિત્તને અનુસાર સમગ્ર સામગ્રીપૂર્વક તેમને વિવાહ મહોત્સવ કર્યો, અને કુમારને રહેવા માટે એક મનહર પ્રાસાદ આપે. તથા દેશ, ભંડાર વિગેરે સપ્તાંગરાજ્યના બે વિભાગ કરીને રાજાએ કુમારને અર્ધ રાજ્ય સમર્પણ કર્યું. એટલે કુમાર પણ પિતાના પુણ્યના પ્રભાવથી ત્યાં પુષ્પાવતીની સાથે કાવ્ય અને કથારસથી તથા ધર્મશાસ્ત્રના વિનોદથી દેગુંદકદેવની જેમ સુખગ ભેગવવા લાગ્યા. પુણ્યથી બધું સમીહિત પ્રાપ્ત થાય છે. કહ્યું છે કે –“હે ચિત્ત ! તું ખેદ શામાટે કરે છે? અને એમાં આશ્ચર્ય શું છે? જે મનહર અને રમ્ય વસ્તુની તારે વાંચ્છા હોય તે પુણ્ય કર, કારણું કે પુણ્ય વિના અભીષ્ટની સિદ્ધિ થતી નથી. ત્રણે ભુવનમાં વિજયવંત ખરેખર એક પુણ્યને જ પ્રભાવ છે કે જેના પ્રતાપથી દુર્વાર ગજે દ્રો, પવન કરતાં અધિક વેગવાળા અશ્વ, સુંદર ર, લીલાવતી સ્ત્રીઓ, વીજયમાન ચામરથી વિભૂષિત રાજ્યલક્ષ્મી, ઉંચા પ્રકારનું વેત છત્ર અને ચાર સમુદ્ર પર્વતની આ વસુધાની સત્તા પ્રાપ્ત થાય છે.... હવે અહિં લલિતાંગકુમાર પુણ્યના પ્રભાવથી પ્રાપ્ત થયેલ પ્રભૂત સુખમાં દિવસે વ્યતીત કરવા લાગ્યું. એકદા પિતાના મહેલના ઝરૂખામાં બેસીને નગરનું નિરીક્ષણ : કરતાં અકસ્માત તે અધમ સેવક કુમારના જોવામાં આવ્યું. કંઠ, નેત્ર અને મુખથી બીભત્સ, દુર્નિવાર શ્ધાથી મુખ અને ઉદર જેનાં બેસી ગયાં છે એ, મલીન શરીરવાળે, વણપર બાંધેલા પાટાથી દૂષિત ગાત્રવાળે અને જંગમ પાપરાશિની જેવા દુશ્લેષ્ટિત તે સેવકાધમને જોઈને અને બરાબર ઓળખીને કુમાર દયાદ્ધ મનથી ચિંતવવા P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust