________________ લલિતાંગ કુમાર કથા. લાગે કે:-“અહો ! આ બિચારાની આવી દશા કેમ થઈ હશે ? પરંતુ શાસ્ત્રમાં કહ્યું છે કે પુરૂષને ફળ મળવું તે કમોધીન છે? અને બુદ્ધિ પણ કર્માનુસારિણીજ છે, તથાપિ સુજ્ઞ જને સારી રીતે વિચાર કરીને જ કાર્ય કરવું, અહે! દેવને ધિક્કાર થાઓ.” આ પ્રમાણે વિચારી પોતાના સેવકો પાસે તેને બોલાવીને કુમારે કહ્યું કે-“અરે મને ઓળખતા હોય તે કહે હું કેણ છું?” એટલે ભયથી કંપતા શરીરે અને ગળતાને તે સજજન આ પ્રમાણે બે કે –“હે સ્વામિન ! પૂર્વાચળના ઉંચા શિખરપર રહેલા સૂર્યને કણ ન ઓળખે ?" કુમાર બોલ્યા કે આવા સાશંક વાક્યની જરૂર નથી, સત્ય જાણતા હોય તે કહે.” એટલે તે પુન: બોલ્યા કે –“હે દેવ! હું સત્ય જાણતા નથી. એટલે લલિતાંગકુમાર બાલ્યા કે:-“હે સજજન ! જેની ચક્ષુ કહાડી લેવાનો તેં પ્રયત્ન કર્યો હતો તેને કેમ એળખતો નથી?” આ પ્રમાણે સાંભળીને તે તરતજ લજજા, ભય અને શંકાના ભારથી દબાઈ જઈ નીચું મુખ કરીને બેસી ગયે. પછી તેને ખરાબ વેષ દૂર કરાવી, સ્નાન તથા ભેજન કરાવી અને સારાં વસ્ત્રો પહેરાવી કુમાર તેને આ પ્રમાણે કહેવા લાગ્યા:–“હે સજજન ! જે દ્રવ્ય પોતાના સ્વજનના કામમાં ન આવે તેવા દ્રવ્યથી શું ?" એટલે તે સેવકાધમ અંતરમાં વિસ્મય પામીને વિચારવા લાગ્યા કે –“અહો! આ કુમારની નિષ્કારણ દયા કેવી છે?” કહ્યું છે કે –“સંપત્તિમાં જેને હર્ષ ન હોય, વિપત્તિમાં વિષાદ ન હોય અને સમરાંગણમાં જેને ઘેર્યું હોય એવા ત્રિભુવનના તિલક - માન કોઈ વિરલા પુત્રને જ જનની જન્મ આપે છે.” .' પછી તે ત્યાં જ સ્વસ્થ થઈને રહે. એકદા કુમારે વાર્તા કરતાં તેને પૂછ્યું કે –“હે સજન! તારી આવી દુર્દશા કેમ થઈ?” એટલે સજજન બોલ્યા કે-“હે સ્વામિન્ ! સાંભળે, તમને હું તેવી સ્થિતિમાં વટવૃક્ષની નીચે મૂકીને આગળ ચાલ્યું, એટલે રસ્તામાં તસ્કરેએ મને યષ્ટિ મુષ્ટિના પ્રહાર કરીને મારૂં બધું લુંટી લીધું. P.P. Ac. Gunratrasuri M.S. Jun Gun Aaradhak Trust