________________ ' લલિતાગ કુમાર કથા. અત્યંત ઉત્કંઠિત થઈને કુમારને તરત ત્યાં બેલા. પછી તેને ગાઢ આલિંગન દઈ બહુમાનપૂર્વક આસન આપીને પૂછયું કે - “હે વત્સ! તું ક્યાંથી આવે છે? તારું કુળ અને જાતિ શું છે? અને તારું નામ શું છે ?" તે સાંભળીને કુમાર બેલ્યો કે:-“હે સ્વામિન્ ! બહુ પૂછવાથી શું? આપને જે કામ હોય તે ફરમાવે. આપના પ્રશ્નને તેજ ઉત્તર સમજી લે.” એટલે રાજાએ ચિંતવ્યું કે --“આ કેઈ સત્તવાન અને પરમાર્થ કરવામાં રસિક પુરૂષ લાગે છે અને અનુમાનથી એના કુળાદિ પણ ઉત્તમ જણાય છે. આ પ્રમાણે વિચાર કરીને રાજ તેને લઈને કન્યાની પાસે આવે, અને “હે નરોત્તમ ! આ મારી પુત્રીનાં નેત્ર દિવ્ય કરે એમ કહ્યું, એટલે કુમાર સુગંધી દ્રવ્યો મંગાવી વિધિપૂર્વક તેનું મંડળ કરીને જાપ અને હેમાદિક કરવા લાગે. કહ્યું છે કે - * “ગાવા કરે, મળે તેવા ઘા સમાયાં વહારે , સ્ત્રીપુ રાગ ર” || “શત્રુઓમાં, સભામાં, વ્યવહારમાં, સ્ત્રીઓમાં અને રાજદરબારમાં આડંબરને વધારે માન મળે છે. આ પ્રમાણે નીતિમાં કહેલ હેવાથી તેણે કેટલોક આડંબર કરીને પછી કટિમાં રાખેલ લતાખંડ અને ભારંડ પક્ષીની ચરકના પ્રયોગથી તે કન્યાને દિવ્ય. નેત્રવાળી કરી. રાજપુત્રી સ્પણલોચના થઈ ગઈ, એટલે ભાગ્ય સૌભાગ્યના નિધાન જેવા, રૂપમાં કામદેવને પણ જીતે એવા તથા લાવણ્ય, ઔદાર્ય, ગાંભીર્ય અને સુંદર ચાતુર્યાદિ ગુણના એક પાત્રરૂપ તે કુમારને જોઈને પરમ હર્ષ પામી, તેમજ હવશ થઈ ગઈ. એટલે રાજાએ તેને વિકારવશ થયેલી જોઈને કહ્યું કે –“હે વત્સ! આ પુરૂષ પરોપકારી છે. કહ્યું છે કે –“સત્પરૂ પિતાના સ્વાર્થને ત્યાગ કરીને પરાર્થને સાધે છે, સામાન્ય જને પોતાના સ્વાર્થને બાધા કર્યા વિના પરના અર્થને સાધે છે અને જેઓ પોતાના સ્વાર્થની ખાતર પરહિતને વિસ્ત કરે છે, તે તે નરરાક્ષસજ છે, પરંતુ જેઓ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust