________________ 14 શ્રી પાર્શ્વનાથ ચરિત્ર-ભાષાંતર તે બંનેનું સંમિશ્રણ કરી તેનાવડે પિતાની આંખે પૂરી દીધી. તે ક્રિયાને એક મુહૂર્ત થયું, તેવામાં તો તેનાં નેત્ર નવીન દિવ્ય - તિવાળાં થઈ ગયાં. તેનાવડે તે સર્વત્ર જોઈને મનમાં અતિશય સંતોષ પામ્યું. કહ્યું છે કે જે મનુષ્યનાં પૂર્વકૃત સુકૃત જાગ્રત છે તેને ભયંકર વન શ્રેષ્ઠ નગર સમાન થાય છે, સર્વ લેકે તેના સ્વજન થાય છે અને સમસ્ત પૃથ્વી તેને નિધાન અને રત્નથી પૂર્ણ થાય છે. વળી વનમાં, રણમાં, શત્રુ, જળ કે અગ્નિમાં, મહા સમુદ્રમાં અથવા પર્વતના શિખરપર, સુપ્તાવસ્થામાં, પ્રમત્તાવસ્થામાં કે વિષમાવસ્થામાં સર્વદા પૂર્વકૃત પુ મનુષ્યની રક્ષા કરે છે. કુમાર વિચારે છે કે આ બધે ધર્મને જ પ્રભાવ છે, પરંતુ હવે ચંપાપુરી જઈને તે કન્યાને સ્વસ્થ કરૂં અને આ ભારંડ પક્ષી સાથેજ હું ત્યાં જાઉં.” આ પ્રમાણે વિચાર કરીને તે વટવૃક્ષ પર આરૂઢ થઈ તે પક્ષીઓની પાંખમાં છુપાઈ રહ્યો. પછી પ્રભાત થતાં તે પક્ષી ઉડીને ચંપાનગરીના ઉદ્યાનમાં ગયે, એટલે કુમાર તેની પાંખમાંથી બહાર નીકળી સરો વરમાં સ્નાન કરીને અને સ્વાદીષ્ટ ફળને આહાર કરીને તે નગરી તરફ ચાલ્યા. માર્ગમાં પહેદોષણ સાંભળતો તે નગરીના મુખ્ય દ્વાર આગળ આવ્યું. એટલે ત્યાં લખેલ એક લેક તેના વાંચવામાં આવ્યો. “જિતરાત્ર િવાવા, મરડુત્રનેત્રાને . राज्यस्यार्धं स्वकन्यां च, प्रदास्यामीति नान्यथा " // જિતશત્રુ રાજા એમ કહે છે કે- મારી પુત્રીને જે નેત્ર આપશે તેને હું અર્થે રાજ્ય અને સ્વકન્યા આપીશ, અન્યથા નહિ.” આ પ્રમાણેને લોક વાંચીને અંતરમાં પ્રમુદિત થઈ તેણે નજીકમાં રહેલા માણસને આ પ્રમાણે કહ્યું- હે લેકે! તમે જઈને રાજાને કહે કેએક વિદ્યાવાન સિદ્ધ પુરૂષ આવેલ છે,અને તે કહે છે કે-હું તમારી પુત્રીને દિવ્ય નેત્રવાળી કરીશ.” એટલે તેઓએ ઉતાવળા જઈને તે પ્રમાણે રાજાને નિવેદન કર્યું. તેથી રાજાએ તેમને બહુ દ્રવ્ય આપ્યું, અને 1 બે ઘડી-૪૮ મીનીટ . . P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust