________________ શ્રી પાર્શ્વનાથ ચરિત્ર-ભાષાંતર. અહો ! સત્યપરાયણ કુમાર! ધર્મવૃક્ષનું આ સુંદર ફળ હવે ભેગવ!” એમ કહી અશ્વ પર આરૂઢ થઈને તે ચાલ્યા ગયે. હવે કુમાર દુસ્તર આપત્તિરૂપ નદીના કિલ્લોલમાં પડ્યો તે વિચારવા લાગ્યું કે “અહો! આ અસંભાવ્ય શું થયું ? ધર્મને પક્ષપાત કરતાં આ શું નિષ્પન્ન થયું? અસ્તુ, આ તે મારા દુષ્કર્મ નું જ ફળ છે. પણ જગત્રયમાં નિશ્ચય જ્યનો હેતુ ધર્મજ છે.” એ પ્રમાણે તે વિચાર કરે છે, એવામાં તેના મહા દુઃખથી સૂર્ય પણું અસ્ત પામ્યું. તે વખતે પક્ષીઓ પણ જાણે તેના દુ:ખથી શબ્દ કરતા પોતાના માળામાં છુપાઈ જતા હોય એમ છુપાઈ ગયા અને દિશાઓનાં મુખ અંધકારથી શ્યામ થઈ ગયા. એવા અવસરમાં ત્યાં વટવૃક્ષ પર ભારંડ પક્ષીઓ એકત્ર થઈને આ પ્રમાણે યથેષ્ઠ વાર્તાલાપ કરવા લાગ્યા - ભાઈઓ ! જેણે ક્યાં પણ કંઇ કેતુક જોયું કે સાંભળ્યું હોય તે નિવેદન કરે.” એટલે એક ભાખંડ બે કે:-“હું એક કૌતુકની વાત કહું છું તે સાંભળ:-. અહીંથી પૂર્વ દિશામાં ચંપા નામે મહાપુરી છે. ત્યાં ભુવનમાં વિખ્યાત એ જિતશત્રુ નામે રાજા રાજ્ય કરે છે. તેને પોતાના જીવિતવ્ય કરતાં પણ વલ્લભ, સ્વરૂપવતી અને ચાસઠ કળામાં પ્રવીણ એવી પુષ્પાવતી નામે પુત્રી છે, પરંતુ નેત્રનો અભાવ હોવાથી તે બધું વૃથા થઈ ગયું છે. એકદા રાજા તેની તેવી સ્થિતિ જોઈને ચિંતાતુર થયો સતે વિચારવા લાગ્ય:-અહે! દેવ શું કરે છે? પરંતુ અત્યારે દેવને ઉપાલંભ દેવાની જરૂર નથી, કંઈ પણ ઇલાજ કરવાની જરૂર છે. આ પ્રમાણે નિશ્ચય કરીને રાજાએ નગરમાં ઘાષણ કરાવી કે:-“અહો ! પ્રજાજનો! જિતશત્રુ રાજાની પુત્રીના લોચનને જે આરામ કરશે, તેને રાજ તે કન્યા તથા પોતાનું અર્ધ રાજ્ય આપશે.”તે સાંભળીને દેશાંતરથી વિવિધ નેત્રો આવ્યા અને વિધવિધ ઉપાયે કર્યા, પણ તેના નેત્રને કાંઈ આરામ થયે નહીં એટલે રાજા ચિંતાથી અત્યંત * વ્યાકુળ થઈ ગયો. કહ્યું છે કે - P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust