________________ લલિતાંગ કુમાર કથા. 11. પાપકર્મ કદાપિ કરતા નથી. હંસ શુધિત થયા છતાં કુકડાની જેમ કૃમિ અને કીડાનું ભક્ષણ કરતો નથી. ગુણ રહિત અને ક્ષણવિનાશી શરીરને ધર્મજ શરણ છે. કદાચ ગ્રામ્યજનોએ અજાણતાં ધર્મનું બહુમાન ન કર્યું તેથી શું ધર્મનું માહા ચાલ્યું ગયું? કદાચ દ્રાક્ષ તરફ ઉંટ વાંકુ મુખ કરે, તેથી શું દ્રાક્ષની મધુરતા ઓછી થઈ જાય? માટે ધર્મજ એક ખરે મિત્ર છે. આ પ્રમાણે સાંભળીને પુન: તે અધમ સજન કહેવા લાગ્યું કે –“હે કુમાર ! તું મહા કદાગ્રહી છે, જેમ પૂર્વે કોઈ એક ગામડીઆ છોકરાને તેની માતાએ કહ્યું હતું કે–“હે વત્સ! ગ્રહણ કરેલ વસ્તુ મૂકવી નહિ.” એકદા તેણે એક મહા બળવાન બળદને પૂછવામાં જોરથી પકડશે. તે બળદથી અત્યંત તાડના પામતાં પણ પૂંછડાને તેણે મૂક્યું નહિ, એટલે માણસ “મૂકી દે, મૂકી દે” એમ કહેવા લાગ્યા, તથાપિ | છડું તેણે નજ મૂક્યું. તેની જેમ તું પણ કદાગ્રહી છે. અને જે એક ગામવાળે કહ્યું તે પ્રમાણે ન હોય તે હજી બીજીવાર આપણે અન્ય ગ્રામ્યજનેને પૂછી જોઈએ પણ કદાચ તેઓ પણ તેવી જ રીતે કહે, તે તારે શી શરત? હવે તો નેત્રોત્પાદન વિના બીજી કોઈ શરત કરવાની નથી.” કુમારે તે વચન પણ અમર્ષથી સ્વીકારી લીધું. પછી તેમણે આગળના ગ્રામજનોને પૂછ્યું, એટલે તેઓએ પણ ભવિતવ્યતાના નિયેગથી પૂર્વ પ્રમાણે જ કહ્યું. પછી તેઓ રસ્તે પડ્યા એટલે સજ્જન પુનઃ બોલ્યો કે:-“અહો કુમાર! અહો ધર્મના એક નિધાન! અહા સ્વકીય વાક્ષાલન પરાયણ! બોલ, હવે શું કરીશ?” આ પ્રમાણેનાં તેનાં ઉદ્ભઠ વચનથી શરાણ પર ચડાવેલ કૃપાની જેમ મનમાં વધારે ઉત્તેજિત થઈને તત્કાળ જંગલમાં એક વટવૃક્ષની નીચે જઈને કુમારે કહ્યું કે:-“અહો ! વનદેવતાઓ! સાંભળે, અહ! લોકપાળ! તમે સાક્ષીભૂત થાઓ અને ધર્મજ એક કેવળ મારૂં શરણ થાઓ.” એમ કહીને પોતાના બંને નેત્રને છરીથી કહાડીને સજજનને આપ્યા. તે વખતે પેલો અધમ ભત્ય કહેવા લાગ્યું કે - 1 નેત્ર ઉખેડવા–નેત્ર કાઢી લેવા. P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust