________________ લલિતાગ કુમાર કે. “સત્ય વચન, ગુરૂ ઉપર ભકિત, યથાશક્તિ દાન, દયા અને ઇન્દ્રિ યદમન-એ ધર્મ અને એનાથી વિપરીત અને દુઃખકર તે અધર્મ પુન: સજ્જન બે કે-“સમયના બળે કોઇવાર અધર્મ પણ સુખકર થાય છે અને ધર્મ દુઃખકર થાય છે, જે એમ ન હોય તો અત્યારે તમે ધમિષ્ટ છતાં પણ તમારી આવી અવસ્થા કેમ હોય? માટે આ સમય અધર્મને છે. તેથી ચેરી વિગેરે કરીને પણ ધન ઉપાર્જન કરવું ઠીક છે.” આ પ્રમાણે સાંભળીને કુમાર બેલ્યો કે–“અરે! પાપિષ્ટ ! કર્ણને ન સાંભળવા લાયક એવું વચન તું ન બેલ; ધર્મથી જ જય થાય છે. અને ધર્મ કરતાં છતાં જે કંઈ અજય થાય તે પૂર્વે બાંધેલા અંતરાય કર્મને વિપાક સમજો. વળી અન્યાયથી જે લક્ષમી મેળવવી તે ઘર બાળીને પ્રકાશ કરવા જેવું છે. એટલે પુનઃ તે અધમ સેવક બે કે– સ્વામિન્ ! આ જંગલમાં રૂદન જેવી વાત કરવાથી શું ? આગળના ગામમાં ગ્રામ્ય લોકોને પૂછીશું, પણ તેઓ જે અધર્મથી જય કહેશે તો તમે શું કરશો?” કુમારે કહ્યું કે-“તે હું આ મારી અશ્વાદિક બધી સામગ્રી તને આપીને યાજજીવ હું તારે દાસ થઈને રહીશ.” આ પ્રમાણે નિશ્ચય કરીને તે બંને ઉતાવળા નજીકના ગામમાં ગયા અને વૃદ્ધને પૂછયું કે-“હે સજન! અમને ઘણા વખતથી સંશય છે કે—ધર્મથી જય કે અધર્મથી જય? તેને નિર્ણય કરીને સાચું કહે.” એટલે અસંભાવ્ય નવીન પ્રશ્ન થતાં તેઓ દૈવયોગે એકદમ એમ બલી ગયા કે અત્યારે તે અધર્મથીજ જય ભાસે છે. તે સાંભળીને ને તે બંને આગળ રસ્તે પડ્યા. રસ્તામાં ઉપહાસ કરીને તે સેવકાધમ બોલ્યો કે-હે સત્યે ધન! હે ધાર્મિક ! હવે એ અશ્વને મૂકી દે અને શીધ્ર મારા દાસ બની જાઓ.” એટલે કુમાર વિચારવા લાગ્યું કેરાજ્ય, લક્ષ્મી અને વિનવર પ્રાણે પણ ચાલ્યા જાઓ, પણ જે વચન હું પોતે બોલ્યો છું તેને ભંગ ન થાઓ.” વળી–સુખ અને દુઃખને કેઈ આપનાર નથી. અન્ય કઈ આપે છે એમ માનવું તે કુબુદ્ધિ છે. હે નિષ્ફર શરીર! જે તે પૂર્વે કર્મો કરેલાં છે તેજ તારે ભગવવાનાં છે; કારણ કે લોકે પિતાના કર્મરૂપ સૂત્રથી ગ્રથિત છે.” આ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhakrust