________________ શ્રી પાર્શ્વનાથ ચરિત્ર-ભાષાંતર. પ્રમાણે વિચાર કરીને કુમાર બોલ્યો કે-“આ અર્થવ લઈ લે, હવે હું તારે સેવક છું.” પછી તે અધમ સેવક અવ લઈ તરત તેની ઉપર આરૂઢ થઈને વેગથી ચાલવા લાગ્યું. પછી પછવાડે દેડતાં શ્રમવડે ખેદયુક્ત થયેલા કુમારને જોઈને તે હર્ષિત થઈ આ પ્રમાણે છે કે“હે કુમાર! ધર્મને પક્ષપાત કરવાથી તેને આ ફળ મળ્યું છે, માટે હજી પણ ધર્મને આગ્રહ છોડી દઈને “અધર્મથી જ જય” એમ કહી આ અવ પાછા લઈ લે.” આ પ્રમાણે સાંભળીને કુમાર બોલ્યા કે - હે દુષ્ટ ! તારૂં સજજન નામ વૃથા છે; અને વળી હે દુર્મતિ! તું દુતિને આપે છે, તેથી વ્યાધ કરતાં પણ વધારે દુષ્ટ છે. વ્યાધની કથા. કઈ વનમાં એક વ્યાધ-શિકારી કાનસુધી બાણ ખેંચીને એક મૃગલીના વધને માટે દેશે. તે વખતે મૃગલી બેલી કે - “હે વ્યાધ ! ક્ષણવાર સબુર કર. કારણ કે સુધાથી પીડાતાં મારાં બચ્ચાં મારી રાહ જોઈને આશાથી બેઠા છે, માટે હું તેમને સ્તન્યપાન કરાવીને તરત તારી પાસે આવું, જે હું ન આવું તે મને બ્રહ્મહત્યાદિક પાંચ મહાપાતક લાગે.” વ્યાધ બોલ્યો કે –“એવા સોગનને મને વિશ્વાસ નથી.” એટલે પુન: મૃગલી બેલી કે –“હે વ્યાધ ! જે હું સત્વર ન આવું તે વિશ્વાસથી પૂછનારને દુર્મતિ આપનાર જેટલું મને પાપ લાગે.” આથી તેણે મૃગલીને મુક્ત કરી, એટલે તે પણ પોતાના બાળકને સ્તન્યપાન કરાવીને તરત પાછી વ્યાધની પાસે આવી, અને વ્યાધને પૂછવા લાગી કે –“હે વ્યાધ ! " તારા પ્રહારથી હું શી રીતે છુટી શકું?” એટલે વ્યાધે વિચાર કર્યો કે- અહે ! પશુઓ પણું દુબુદ્ધિ આપવાના પાપથી ભય પામે છે, તે હું કેમ દુર્મતિ આપું?” આ પ્રમાણે વિચાર કરીને તે બોલ્યા કે –“હે ભદ્રે ! જે મારી જમણી બાજુથી નીકળી જાય તે હું તને મૂકી દઉં.” એટલે તે મૃગલીએ તેમ કર્યું. તેથી તે મુક્ત થઈ અને જીવતી પણ રહી. એટલા માટે સંતજને વિપત્તિમાં આવ્યા છતાં પણ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust