________________ શ્રી પાર્શ્વનાથ ચરિત્ર-ભાષાંતર જ્યની સ્પૃહા નથી અને વળી જતુઓને પ્રિયકર દાન દેતાં પિતાએ મારું અપમાન કર્યું છે, માટે હવે અહીં રહેવું ઉચિત નથી; હવે તે દેશાંતર ગમન કરવું તેજ યુક્ત છે. કહ્યું છે કે –“દેશાટન, પંડિતની મિત્રતા, પણુગના સાથે સંસર્ગ, રાજસભામાં પ્રવેશ અને અનેક શાસ્રનું અવલોકનએ પાંચ ચાતુર્યનાં મૂળ છે, માટે વિવિધ પ્રકારના ચરિત્ર જોઈ શકાય, સજજન અને દુર્જનની વિશેષતા જાણી શકાય અને પોતાની ખ્યાતિ થાય માટે વસુધાપર વિચરવું-ફરવું એજ ઘટિત છે.” આ પ્રમાણે નિશ્ચય કરીને રાત્રિએ એકાંત સાધી ગુપ્ત રીતે ઘરથી બહાર નીકળીને એક શ્રેષ્ઠ અધિપર આરૂઢ થઈ કુમાર એક દિશા તરફ ચાલતો થયો. તે વખતે ઇંગિતને જાણનાર પેલો અધમ સેવક સજજન પોતાના દર્જન્ય દેષથી તેની પાછળ ચાલ્યા. અનુક્રમે તે બંનેએ સાથે દેશાંતર જવા પ્રયાણ કર્યું. એકદા રસ્તામાં કુમારે તેને કહ્યું કે-“હે ભૂત્ય! વિનદ થાય તેવું કંઈક બેલ. એટલે તે બે કે-“હે દેવ ! પુણ્ય અને પાપમાં શું શ્રેષ્ઠ? તે કહે.” આ પ્રમાણેને પ્રશ્ન સાંભળીને કુમાર બલ્ય કે–“હે મૂર્ખ ! આ તું શું બેલ્ય? તારું નામ સજજન છે, પણ ગુણથી તે તું દુર્જન લાગે છે; કારણ કે-ભૈમનું મંગળ નામ, વીષ્ટિ વિષયમાં ભદ્રાનામ, કણેને ક્ષય કરનાર છતાં અતિવૃષ્ટિ નામ, અત્યંત તીવ્ર કેટકાનું શીતળા નામ, રજપર્વ (હોળી) માં કહેવાતે રાજા, લવણમાં મિષ્ટ (મીઠું) શબ્દ,વિષમાં મધુર શબ્દ, કંટકયુકત છતાં લક્ષ્મી અને પશૃંગનામાં પાત્રત્વ–આ બધાં માત્ર નામથીજ રૂચિર છે, પણ અર્થથી નથી.” રે મૂઢ! ધર્મથી જ જય અને અધર્મથી જ ક્ષય એમ અબળા, બાળ, નેપાળ અને હાલિક (ખેડૂત) જને પણ સ્પષ્ટ કહે છે.” તે સાંભળીને સજજન બોલ્યા કે “હે દેવ સત્ય છે, હું મૂર્ખ છું, પણ ધર્મ કેવો હોય તે તે કહે.” કુમારે કહ્યું-“હે દુરાત્મન્ ! સાંભળ વાઃ સત્ય ગુૌ મા, સરથા સા સા સા ! - રપઃ તિરા-દિર તોડયુવાવ” | P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust