________________ શ્રી પાર્શ્વનાથ ચરિત્ર-ભાષાંતર. કહ્યું છે કે:-“બહુ હિમ પડવાથી વૃક્ષે બળી જાય, બહુ વરસાદ વરસવાથી દુભિક્ષ પડે અને અત્યાહાર કરવાથી અજીર્ણ થાય—માટે સર્વત્ર અતિને ત્યાગ કર. વળી અતિ દાનથી બલીરાજા બંધનમાં પડ્યો, અતિ ગર્વથી રાવણ હણાયે અને અતિ રૂપથી સીતાનું હરણ થયું માટે અતિ સર્વત્ર વર્જવું.” બહુ કપૂરના ભક્ષણથી દાંત પડવાને સંભવ રહે છે, માટે દ્રવ્ય એકઠું કરવામાં પ્રયત્ન કરો. જ્યાં સુધી દ્રવ્યને સમાગમ છે, ત્યાંસુધીજ ભાર્યા અને પુત્રાદિ પરિવાર આપણે છે. વિશુદ્ધ ગુણગણુ પણ દ્રવ્ય વિના નિષ્ફળ છે. માટે તારે જેમ તેમ દ્રવ્યને ઉડાડી ન દેવું.” આ પ્રમાણેના રાજાના ઉપદેશામૃતનું હર્ષ પૂર્વક પાન કરીને કુમાર હૃદયમાં ચિંતવવા લાગ્યો કે -અહે! હું ધન્ય છું કે મારા પિતા પોતેજ આમ પ્રત્યક્ષ મને વખાણે છે. એ તે સુવર્ણ અને સુગંધના મેળાપ જેવું છે. માબાપ અને ગુરૂના શિક્ષણ કરતાં લેકમાં ઈતર અમૃત નથી.” એ પ્રમાણે વિચારીને તે બે કે:-“હે તાત! આપની આજ્ઞા મને પ્રમાણ છે.” એ રીતે કહી ભક્તિપૂર્વક નમસ્કાર કરીને કુમાર સ્વસ્થાને ગયે. - ત્યારપછી પિતાની આજ્ઞાથી બહુજ સ્વ૯૫ દાન આપતાં યાચકેના મુખથી તેને અપવાદ વધી પડ્યું, એટલે કેટલાક યાચકેએ મળીને કુમારને કહ્યું કે:-“હે દાનેશ્વરી મુગટ કુમાર ! અકસ્માત આ શું આરંહ્યું? દાનમાં ભૂતલપર ચિંતામણિ સદશ થઈને અત્યારે આપ અટેલપાષાણુ જેવા કેમ થઈ ગયા? જગતમાં એક દાનજ શ્રેષ્ઠ છે. મહદ્ધિક મનુષ્ય પણ દૂધ વિનાની સ્થળ ગાયની જેમ શોભતે નથી. કહ્યું છે કે –“કીડીઓએ સંચિત કરેલ ધાન્ય, મક્ષિકાઓએ સંચેલ મધ અને કૃપણેએ સંચેલ લક્ષ્મીએ ત્રણેને અન્યજ કઈ ઉપભેગ કરે છે. સંગ્રહ કરવામાંજ એક તત્પર એવો સમુદ્ર રસાતલે પહોંચ્યો અને મેઘ દાતા હોવાથી જુએ ભુવન ઉપર રહીને ગર્જના કરે છે. ધન, દેહ અને પરિવાર વિગેરે બધાને વિનાશ થાય છે પણ દાનથી ઉત્પન્ન થયેલ કીર્તિ તે જગતમાં અખંડ જ રહે છે.” P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust ,