________________ - લલિતાંગ કુમારની કથા. . તે દિવસને તે ગલિત તિથિની જેમ ગણતે હતે. વળી અથના આગમનને તે પુત્રપ્રસવના લાભ કરતાં પણ અધિક માનતે હતો. વળી દાનના વ્યસની એવા તેને અદેય (ન દેવા લાયક) કંઈ પણ ન હતું. ' - તે કુમારને નામથી સજજન પણ સ્વભાવે દુર્જન એ એક અધમ સેવક હતા. કુમારને હાથે તે વૃદ્ધિ પામેલ હોવા છતાં તે કુમારનું પ્રતિકૂળ કરનાર હતો. જેમાં સમુદ્રના જળથી પુષ્ટ થયેલ વડવાનલ તેનું જ શેષણ કરે છે, તેમ તે સજ્જન કુમારને દુર્જનરૂપ જ હત; તથાપિ કુમાર તે અધમ સેવકનો ત્યાગ કરતું ન હતું, કારણકે ચંદ્રમા શું કલંકને કદાપિ ત્યાગ કરે છે? એકદા કુમાર પર પ્રસન્ન થઈ તેના ગુણથી આકર્ષાઈને રાજાએ તેને પિતાના હાર વિગેરે કિંમતી અલંકારે આપ્યા. તે કિંમતી અલંકારો પણ તે રાજકુમારે યાચકને આપી દીધા એટલે સજજને તે બધું રાજા પાસે જઈને ગુપ્તપણે નિવેદન કર્યું. તે સાંભળીને રાજા અગ્રિની જેમ અંતરમાં બળવા લાગ્યા. પછી રાજાએ કુમારને એકતમાં બોલાવીને કેમળ વાણીથી શિખામણ આપવા માંડી કે –“હે વત્સજરા વિના પણ ગુણગણથી તને વૃદ્ધત્વ પ્રાપ્ત થયું છે, તથાપિ તને ઉપયેગી થાય એવી કંઈક હું શિખામણ આપું છું તે સાંભળ:હે વત્સ ! રાજ્ય બહુ કાર્યોથી વ્યાપ્ત છે અને તું હજી બાળક છે. આ સપ્તાંગ રાજ્ય બધું તારું જ છે; પરંતુ તે કરંડીઓમાં રહેલ ભુજગની જેમ સાવધાનપણે ચિંતનીય છે, ફલિત ક્ષેત્રની જેમ નિત્ય પ્રયત્નથી તે રક્ષણય છે અને નવ્ય આરામની જેમ તે વારંવાર સેવનિય છે. રાજાએ કાઈનો પણ વિશ્વાસ ન કરવો. રાજા પોતાના કેશથીજ પિતાના સ્કંધને દ્રઢ કરે છે. તેથી સ્વાર્થ સાધવામાં તત્પર રહેવું અને ગજ અશ્વાદિ સેનાની વૃદ્ધિ કરવી. તું પિતે નિપુણ અને વિચક્ષણ છે. વળી દાનગુણ છે કે તારામાં સર્વોત્તમ છે, તથાપિ દાન વ૫ સ્વલ્પ આપવું, તેમાં અત્યંત આસક્તિ રાખવી તે ઠીક નહિ. * P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust