________________ શ્રી પાર્શ્વનાથ ચરિત્ર-ભાષાંતર. વાન કેટલો વખત લીલા કરી શકે. જેમ વૃક્ષની ઉંચાઈ ઉપરથી પૃથ્વીમાં રહેલ તેનું મૂળ કેટલું ઉંડું છે તે સમજી શકાય છે, તેમ પૂર્વકૃત ધર્મ અદષ્ટ છતાં પ્રાપ્તસંપત્તિથી તેનું અનુમાન થઈ શકે છે. એટલા માટે સુજ્ઞ જ તે ધર્મને મૂળભૂત ગણી તેને સિંચીને ભેગફળને વારંવાર ગ્રહણ કરે છે અને મૂઢજને તેને ઉછેદીને એકવાર ભેગફળ મેળવી લે છે. નિર્મળ કુળ, કામદેવ જેવું રૂપ, વિવ (સર્વ) ને ભેગવવા લાયક અને અવ્યય એવું સૈભાગ્ય, વિકસ્વર લક્ષમીવિલાસ, નિદોષ વિદ્યા, કુરાયમાન કીર્તિ વિગેરે મનેહરગુણે ધર્મથી મેળવી શકાય છે. ધર્મને પક્ષપાત કરેલ હોય તે તે લલિતાંગકુમારની જેમ જયનિમિત્તે થાય છે, અને ધર્મની વિરૂદ્ધતા તેના નેકર સજજનની જેમ અનર્થને માટે થાય છે. ' લલિતાગકુમારની કથા. . - આજ જંબુદ્વીપમાં ભરત નામના ક્ષેત્રમાં શ્રીવાસ નામનું નગર છે. ત્યાં અશેષ અવનીપતિને પોતાના દાસ બનાવે એ નરવાહન નામે રાજા રાજ્ય કરતો હતો. તેને કમળ જેવા મુખવાળી કમળ નામની રાણી હતી. તે દંપતીને ડાહ્ય, ધીમા બહોતેર કળામાં કુશળ અને શાસ્ત્ર તથા શસ્ત્રવિદ્યામાં ચાલાક લલિતાંગ નામે પુત્ર હતો. તે દીપકની જેમ પોતાના કુળને અજવાળતો હતે. વળી દીપકમાં તે કશ્મલ-શ્યામતા હોય છે, પણ તે કુમારમાં તે લેશ પણ દોષ નહતો. તે અવસ્થાએ લઘુ હતું, છતાં તેનામાં ગુણે મોટા હતા; કારણ કે માથે ધોળા વાળ થાય તેથી મનુષ્ય વૃદ્ધ-મેટ ગણાય એવી માનીનતા ભૂલભરેલી છે, પણ યુવાન છતાં જે તે ગુણવાન હોય તે તેજ સ્થવિર–વૃદ્ધ છે એમ સમજવું. તે લલિતાંગકુમારમાં બીજા ઘણુ ગુણે હતા, છતાં દાનગુણમાં તેને વધારે પ્રીતિ હતી. યાચકને જોતાં તેને જે આનંદ ઉપજતે, તેવો આનંદ તેને કથા, કાવ્ય, વનિતા, અશ્વ અને ગજની લીલા કરવામાં આવતું ન હતું. જે દિવસે તેને યાચકની પ્રાપ્તિ ન થતી, P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust